હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ સરકારી પોલીટેક્નીક, બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૦૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પોલીટેક્નીક કોલેજ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ આચાર્ય અને કેમિકલ ખાતાના વડાશ્રી એ.ડી.સ્વામીનારાયણએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વાસ્થ્ય જાળવણી વિશે માર્ગદર્શન આપ્યુ હતું. કૈરવીબેન મારડીયાએ બી.પી., ડાયાબીટીસ, કેન્સર જેવી વિવિધ બીમારીઓ થવાના કારણો, તેને અટકાવવાના ઉપાયો અને જરૂરી તકેદારી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના હિમોગ્લોબિન, બ્લડસુગર અને બ્લડપ્રેશરની તપાસ કરાઈ હતી. તેમજ હિમોગ્લોબીનની દવાનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.