રાજ્ય સરકારે રાજ્યના 33 જિલ્લાઓમાં પણ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ જાહેર કર્યા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ ધ્વજવંદન કરશે. ધારાસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા ખાતે અને કેબીનેટ મંત્રીઓને જીલ્લા ફાળવાયા છે. રાજકોટમાં પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, જામનગરમાં આર.સી.ફળદુ, અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદમાં કૌશિકભાઈ પટેલ, બોટાદમાં સૌરભભાઈ પટેલ, સુરતમાં ગણપતભાઈ વસાવા, પાટણમાં દિલીપકુમાર ઠાકોર, તાપીમાં ઈશ્ર્વરભાઈ ચાવડા, સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઈ બાવળીયા અને જુનાગઢમાં જવાહરભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાશે. આ મુજબ રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ ગાંધીનગરમાં થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વજવંદન કરશે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણા ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે રાજ્યના 33 જિલ્લાઓમાં પણ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ જાહેર કર્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment