રાજકોટ,
રાજકોટ શહેર કોરોના મહામારીના કારણે ખાલીખમ બસો દોડી રહી હોવાથી જે રૂટ પર ટ્રાફિક નથી. તેવા રૂટની એસ.ટી બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જેમાં રાજકોટથી નાથદ્વારા, નારાયણ સરોવર અને કૃષ્ણનગર ની બસ સ્થગિત કરાઈ છે. તેમજ બે લોકલ બસ પણ સ્થગિત કરવામાં આવી છે. અને ૩ લોકલ રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. કોરોનાની અસર એસ.ટીમાં દેખાઈ રહી છે. અને બસો ટ્રાફિક નહીં મળતા ખાલીખમ દોડી રહી હોવાથી રાજકોટ ડીવીઝન દ્વારા રાજકોટ થી ૧:૦૦ કલાકની નાથદ્વારા, ૮ કલાકની નારાયણ સરોવર, ૧૪:૪૫ કલાકની કૃષ્ણનગર, ૭:૧૦ અને ૧૩:૦૦ કલાકની જીવાપર, ૭ કલાકની સરપદળ અને ૯ કલાકની આમરણ બસ હાલ સ્થગિત કરવામાં આવી છે. તેમજ ૬:૦૪ કલાકની પંચાયતનગર-જામજોધપુર, ૬:૪૫ કલાકની કાલાવડ, ૯:૫૫ કલાકની જામનગર, ૮:૩૦ કલાકની ઉપલેટા (કાલાવડ) શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ