રાજકોટ,
રાજકોટ શહેર રેલનગર માં છત્રપતી શિવાજી ટાઉનશીપ નજીક શૈલેષ વૃજલલ સુચક (ઉ.46) નામનો શખ્સ સ્નેહી ક્લિનિકનું બોર્ડ મારીને દર્દીઓની સારવાર કરતો હોવાની ક્રાઇમ બ્રાંચના અમિત અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને માહિતી મળી હતી. P.I વી.કે.ગઢવીએ આ અંગે P.S.I પી.એમ.ધાખડાને તપાસ સોંપી હતી. P.S.I ધાખડા, મદદનીશ મયુરભાઇ પટેલ સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે દરોડા પાડ્યો હતો. ક્લિનિકમાં હાજર અને પોતાની ઓળખ ડોક્ટર શૈલેષ સુચક તરીકે આપનાર શખ્સ પાસેથી ડીગ્રી જોવા માંગતા તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. વિશેષ પૂછપરછ કરતા બોગસ તબીબે એવી કબૂલાત આપી હતી કે પોતે મૂળ બગસરાનો છે. અને કાપડનો ધંધો હતો. અહિં કિસાનપરામાં શક્તિકોલોનીમાં ભાડે રહે છે. પહેલાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરી હતી. ત્યાર પછી દવાખાનામાં કમ્પાન્ડર તરીકે કામ કર્યું હોવાથી એ અનુભવના આધારે બે વર્ષથી દવાખાનું શરૂ કરી છે. રૂ.૫૦ ફી વસૂલીને દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે દવાખાના માંથી ઇન્જેક્શન, એલોપેથિક દવા, તબીબી સાધનો કબજે કર્યા હતા.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ