હિન્દ ન્યુઝ, દાહોદ
દેવગઢ બારિયા તાલુકાના ઘટક ૧ ના મોટીઝરી સેજાના ૨ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણ.
આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકો ને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. કેન્દ્રમાં તેડાગર બેન દ્વારા સમયસર ગુણવત્તા યુક્ત મેનુ મુજબ ભોજન પણ બનાવેલું હતું. સવારના નાસ્તામાં શીરો ,બપોરના ભોજનમાં દાળ, ભાત, શાક બનાવવામાં આવેલ હતું.આંગણવાડી આવેલ (એચ.સી.એમ સ્ટોક, THR સ્ટોક) ની ચકાસણી કરવામાં આવી. વધુમાં વધુ લાભાર્થીઓ પોષણ ટ્રેકરમાં ઉમેરવાની સૂચના આપવામાં આવી.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા નાનીઝરી નીશાળા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી.જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા પોષણ ટ્રેકરમાં એડ કરેલ લાભાર્થીઓનું ક્રોસ વેરીફીકેશન કરવામાં આવ્યું . તેમજ લાભાર્થીના ઘરે જઈ ગૃહ મુલાકાત પણ કરવામાં આવી અને તેઓને ટેકહોમ રેશનની સમજ આપવામાં આવી.
