કોડિનાર કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે મહિલા કેન્દ્રિત વિષયો પર સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથ જિલ્લામાં શક્તિ યોજના અંતર્ગત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોડિનાર અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે મહિલા કેન્દ્રિત વિષયો પર સેમિનાર યોજાયો હતો.  જિલ્લામાં સંકલ્પ ડિસ્ટ્રક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત મહિલા કેન્દ્રિત વિષયો પર દશ દિવસીય જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે ડીવીએ એક્ટ, દહેજ પ્રતિબંધ એક્ટ તેમજ મહિલા કેન્દ્રિત કાયદાઓ બાબતે…

Read More

વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી

હિન્દ ન્યુઝ,       ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની છે. આ વિકરાળ સમસ્યા સામે લડવા માટે અને ભવિષ્યની પેઢીમાં જનજાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.  કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરા દ્વારા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આજના સમયમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે અને…

Read More

ભાવનગરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે SGFI રાજ્યકક્ષાની ટેબલ-ટેનિસ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્યકક્ષાની અં-૧૪, અં-૧૭, અં-૧૯ ભાઈઓ અને બહેનોની ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૧૫/૦૯/૨૦૨૫ થી ૨૦/૦૯/૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં જિલ્લાની ભાગ લેનાર ટીમોની એન્ટ્રી dso-sycd-bvncity@gujarat.gov.in પર તા.૧૩/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાની રહેશે.  રાજયકક્ષા શાળાકીય ટેબલ ટેનિસ સ્પર્ધાનાં કાર્યક્રમ મુજબ અંડર-૧૯ ભાઇઓ અને બહેનો માટે રિપોર્ટિંગ તા. ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦…

Read More

ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજમાં “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર વ્યાખ્યાન યોજાયું 

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગરની શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે N.S.S. વિભાગ દ્વારા “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના ડૉ. ભરતભાઈ ભટ્ટે માનસિક આરોગ્ય, મનોવૈજ્ઞાનિક અભિગમથી આત્મહત્યાના મૂળ કારણો, પરિણામો અને સંભવિત નિવારણ અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આજના યુગમાં વૈજ્ઞાનિક પ્રગતિ અને આધુનિકતાની સાથે માનસિક તાણ અને નકારાત્મક અભિગમ વધી રહ્યો છે હોવાનું જણાવી કહ્યું કે, આવા સમયમાં વિદ્યાર્થીઓને ભાવાત્મક નિયમન કેવી રીતે કરવું તે…

Read More

ભાવનગર એસ.ટી.માં ઓગસ્ટ-૦૨૫માં ઓનલાઈન રીઝર્વેશનથી ૧૮ હજારથી વધુ સીટ મુસાફરોએ બુક કરાવી : રૂ.૭૬.૩૩ લાખથી વધુની આવક પ્રાપ્ત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ ઓગસ્ટ – ૨૦૨૪ ની સરખામણી એ ઓગસ્ટ-૨૦૨૫માં ૧૮,૩૫૨ સીટોનું પેસેન્જરોએ ઓનલાઈન રીઝર્વેશન કરાવતા આશરે રૂ. ૭૬,૩૩,૦૦૦/-થી વધુની આવક પ્રાપ્ત થઇ છે. ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે કે,ગત ઓગસ્ટની સરખામણીએ ઓગસ્ટ-૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા ૦૩,૦૬,૦૦૦/- કિ.મી.નું સંચાલન કરવામાં આવ્યું છે. સંચાલનના માધ્યમથી રૂ.૦૨,૦૩,૯૦,૦૦૦/- ની આવક પ્રાપ્ત થઇ છે.આમ પ્રતિ કિ.મી આવકમાં રૂ.૨.૫૫નો વધારો થવા પામેલ છે.  ચાલુ વર્ષે આોગસ્ટ-૦૨૫ દરમિયાન ભાવનગર વિભાગને ૧૫ નવા વાહનોની પ્રાપ્ત થયેલ છે અને આવતા દિવસોમાં વિભાગને નવા વાહનોની ફાળવણી થશે જેથી જાહેર જનતાની…

Read More

ભાવનગરમાં SGFI રાજ્યકક્ષાની અં-૧૪ અને ૧૭ ભાઈઓની બેઝબોલ સ્પર્ધા સરદાર પટેલ રમત સંકૂલ ખાતે તા.૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્યકક્ષાની અં-૧૪ અને અં-૧૭ ભાઈઓની બેઝબોલ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૧/૦૯/૨૦૨૫ થી ૨૪/૦૯/૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં જિલ્લાની ભાગ લેનાર ટીમોની એન્ટ્રી dso-sycd-bvncity@gujarat.gov.in પર તા.૧૮/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલવાની રહેશે.  રાજયકક્ષા શાળાકીય બેઝબોલ સ્પર્ધાનાં કાર્યક્રમ મુજબ અંડર-૧૭ ભાઇઓ માટે રિપોર્ટિંગ તા.૨૧/૦૯/૨૦૨૫ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૨૨/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સ્પર્ધા યોજાશે. અંડર-૧૪ ભાઇઓ માટે રિપોર્ટિંગ તા.૨૩/૦૯/૨૦૨૫…

Read More

જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા આગામી તા.12 સપ્ટેમ્બરના રોજ મેગા જોબફેરનું આયોજન;35થી વધુ ખાનગી કંપનીઓ ભાગ લેશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરના યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવા માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, જામનગર અને ધારાસભ્ય રીવાબા જાડેજાના સંયુક્ત ઉપક્રમે 12 સપ્ટેમ્બર, 2025, શુક્રવારના રોજ એક મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા જોબફેરમાં 35થી વધુ ખાનગી ક્ષેત્રની કંપનીઓ ભાગ લેશે, જેઓ વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો પૂરી પાડશે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોને વિશ્વકર્મા સમાજની વાડી, ગાંધીનગર મેઈન રોડ, જામનગર ખાતે સવારે 10:00 કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે. જોબફેરમાં આવનારા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રોની નકલો અને અપડેટ…

Read More

જામનગરમાં મહિલાઓ અને કિશોરીઓ માટે મિશન શક્તિ અંતર્ગત જાગૃતિ શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકારના ‘મિશન શક્તિ’ યોજના હેઠળ, મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવા જામનગરમાં દસ દિવસીય વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 2 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઉજવણીના ભાગરૂપે ગત તા.2 સપ્ટેમ્બરના રોજ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન’ અંતર્ગત એક મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારી શ્રી ડો. પૂજાબેન ડોડિયાના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોજાયો હતો. આ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત…

Read More

કાલાવડ તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક કમ કુક તથા રસોયા કમ મદદનીશની નિમણુક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, કાલાવડ      જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, મેવાસાવાડી પ્રાથમિક શાળા, શીવનગર પ્રાથમિક શાળા, મોટી ભગેડી પ્રાથમિક શાળા, રાજસ્થળી પ્રાથમિક શાળા, નાના પાંચદેવડા પ્રાથમિક શાળા, પાતામેઘપર પ્રાથમિક શાળા, પિઠડધામનેસ વાડી શાળા, ભગત ખીજડીયા પ્રાથમિક શાળા, મછલીવડ પ્રા.શાળા, મોરવાડી પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક અને રસોયા કમ મદદનીસ તથા કોઠા ભાડુકિયા પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની નિમણુક કરવામાં આવશે. આ યોજનામાં સંચાલક તરીકે નિમણૂંક માટે વ્યકિત એસ.એસ.સી. સુધી ભણેલી હોવી જોઈએ તેમજ જે તે ગામની વતની હોવી જોઈએ. પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ-૭…

Read More

આવતીકાલ યોજાનાર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તા. ૦૭/૦૯/૨૦૨૫ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી) (જા.ક્ર.૧૨૭/૨૦૨૪-૨૫) અને નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૦૮/૨૦૨૫-૨૬)ની જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી જામનગર ખાતેના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ રહી છે. પ્રવર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ઉમેદવારોને પરીક્ષા આપવા માટે કોઈ અગવડ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે કેન્દ્ર પર પહોંચી શકે તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર ૯૭૨૭૮૭૬૬૬૭ અને (૦૨૮૮) ૨૫૫૩૪૦૪ જાહેર કરાયા છે. જેનો…

Read More