ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રિક કામગીરી અને સુવિધાઓ પર આધારિત થશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      નવા રેન્કિંગ માપદંડમાં અરજીઓનું ઝડપી નિવારણ, ‘શી’ ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાતો, પોલીસના ગેરવર્તનની અરજીઓ, ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અને ‘તેરા તુજકો અર્પણ’ જેવા કોમ્યુનિટી પોલીસિંગ કાર્યક્રમોનો અમલ જેવી બાબતોનો સમાવેશ; દરેક શહેર અને જિલ્લાના પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર પોલીસ સ્ટેશનને રાજ્યના પોલીસ વડાશ્રી તરફથી પ્રશંસાપત્ર એનાયત કરાશે.     ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા, હાઇજેનિક મહિલા શૌચાલયની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, રાહત કક્ષ અને તેમાં નાગરિકો માટેની સુવિધાઓ, વૃક્ષારોપણ કાર્યક્રમો, સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓને પણ ગુણ અપાશે.…

Read More

ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પરિવારક પર્યટન રીંછ અભ્યારણ રતનમહાલ ખાતે યોજવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ     પ્રાપ્ત માહિતી અનુસાર ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પરિવારક પર્યટન રતનમહાલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા સિંગવડ, દાહોદ, ફતેપુરા વગેરે તાલુકા માંથી પરિજન, ભાઈઓ બહેનો અને બાળકો એ રતનમહાલ ના કુદરતી સૌંદર્ય નો આનંદ માણ્યો હતો.    રતનમહાલ એ મધ્યપ્રદેશ અને ગુજરાત ની સરહદ માં હોય ત્યાં નો ઇતિહાસ પણ ખુબજ રસપ્રદ અને જાણવા જેવો છે. કહેવાય છે કે, ધરતી નો પ્રલય થયા પછી માત્ર રતનમહાલ ની ઉપરની જમીન એજ અવસ્થામાં રહી હતી જેને સ્થાનિક લોકો ના દ્વારા ઇતિહાસ જાણવા મળ્યો હતો. જે આજે જુની…

Read More

નિસંતાન દંપતિઓ માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ

હિન્દ ન્યુઝ, જુનાગઢ     નિસંતાન દંપતિઓ માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વિભાગ વરદાનરૂપ બન્યો છે. સંતાન ન થવાના ઘણા કારણો હોય છે પરંતુ આયુર્વેદિક સારવાર અને ઉપચારથી વંધ્યત્વની સારવાર અને સમાધાન શક્ય છે. એ પણ કોઈ પણ ખર્ચ વગર અને આડ અસરસર વગર. જૂનાગઢ શહેરમાં પંચેશ્વર રોડ પર સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે. અહી ગાયનેક વિભાગમાં દરરોજની ૬૦ થી ૭૦ ઓપીડી હોય છે. જેમાંથી ૪૦ જેટલા દર્દીઓ વંધ્યત્વના હોય છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગમાં ડો. ચેતના કોડીનારિયા ઉપરાંત અન્ય સ્ટાફમાં ડો. કૃપા પટેલ,ડો. રીંકલ સુરાણી ફરજ…

Read More

માણાવદર નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે ફાયર, ઈમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ

હિન્દ ન્યુઝ, માણાવદર       પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે માણાવદર નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત માણાવદર નગરપાલિકાના ૧૧૦ કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો. વર્ષ ૨૦૨૫ને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડીઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને…

Read More

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ હતી.  આ તાલીમમાં સરપંચની ફરજો અને જવાબદારીઓ, ગ્રામ પંચાયતના ખર્ચ અને બેઠકો સંબંધી અગત્યની કાર્યપદ્ધતિઓ, વિવિધ સરકારી યોજનાઓ, કરવેરા વસૂલાત, નવીન આકારણી, પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ(PAI 2.0), મનરેગા, સ્વચ્છ ભારત મિશન, PMAY, NRLM, મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધી કાયદા, સરકાર દ્વારા પંચાયતોને વિવિધ કામગીરી બદલ પ્રોત્સાહન/ પુરસ્કાર સહિતના વિષયોની માહિતી અપાઈ હતી. ઉપરાંત પંચાયતની મિલ્કતોની સંભાળ, ગામતળ-ગૌચર વ્યવસ્થાપન, પંચાયતની મિલકતો અને ડેડ-સ્ટોકની જાળવણી, બાંધકામોની જાળવણી તથા આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પણ તાલીમ અપાઈ…

Read More

જામનગર જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી યોજાશે “સ્વચ્છતા હી સેવા” અભિયાન

“સ્વચ્છોત્સવ-૨૦૨૫” હિન્દ ન્યુઝ, જામનગર       મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત ૨.૦” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૩૧ ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ,…

Read More

વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ-2025

હિન્દ ન્યુઝ, ઉદયપુર      પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આયોજિત ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે ઉદયપુરના ફીલ્ડ ક્લબ સંકુલમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ 2025માં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા.  

Read More

ડાંગ જિલ્લાનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ       મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમા માર્ગ સુધારણા સહિત જોખમી કે જર્જરીત બ્રિજના નિરીક્ષણ અને મરામતની કામગીરી પૂરપાટ ગતિએ ચાલી રહી છે.  આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના આહવા તથા સુબીર તાલુકાને જોડતા ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ ઉપર ધુડા ખાતે આવેલ માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનોની અવર જવર માટે વધુ એક માસ સુધી બંધ કરાયો છે.  ડાંગના જિલ્લા મેજીસ્ટ્રેટ સુ શાલિની દુહાન દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ બ્રિજનુ તાંત્રિક તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરાયા બાદ…

Read More