હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી, અન્ય રાહત સામગ્રી તથા દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ઉપરાંત પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી ₹5-5 કરોડની સહાયના ચેક તે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓને આ અગાઉ મોકલી આપેલ છે.
Read MoreDay: September 11, 2025
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લેતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સૂઇગામ પ્રાંત અધિકારીની કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
Read Moreસરકારી મેડિકલ કોલેજ-સુરતના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ’ અંગે રેલી યોજાઈ
હિન્દન્યુઝ, સુરત ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ અંતર્ગત સુરત નવી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગ દ્વારા ‘આત્મહત્યા નિવારણ.. અભિગમ બદલીએ” થીમ હેઠળ સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિતીય દિવસે ‘આત્મહત્યા નિવારણ’ અંગેની જાગૃતિ માટે રેલી યોજાઈ હતી. જનજાગૃતિના પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ સહભાગી બન્યા હતા.
Read Moreઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લેતા ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે
હિન્દ ન્યુઝ, ઉમરપાડા ‘સૈનિક શાળામાંથી મેળવી રહેલા જ્ઞાન અને શિસ્તના આધારે વિધાર્થીઓ રાષ્ટ્ર માટે સમર્પણની ભાવના કેળવી રહ્યા છે:’ ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસ ઉઈકે ઉમરપાડા તાલુકાના વાડીગામની સૈનિક શાળાની મુલાકાત લીધી હતી. જેમાં આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને બારડોલીના સાસંદ પ્રભુભાઇ વસાવા જોડાયા હતા.
Read Moreડાંગ જિલ્લાને વધુ ૧ નવી બસ ફાળવતા મુસાફર જનતામા ખુશીની લહેર
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરિયાળ તમામ ગામો મુખ્ય મથકો સાથે સીધા કનેક્ટ થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે. છેલ્લા એક મહિના દરમિયાન ડાંગ જિલ્લાને કુલ ૧૦ નવી બસો ફાળવી વિવિધ રૂટ ઉપર દોડતી થતા ડાંગ જિલ્લાની મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી છે. લોક માગણીને ધ્યાનમાં રાખી, તેમજ અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગો મુખ્ય મથક સાથે જોડાયેલા રહે…
Read Moreઆણંદમાં બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત હાઇબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, આણંદ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ “અનુસૂચિત જાતિ” ના ખેડૂતોને આણંદ નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ સ્મિતા પિલ્લાઈની ઉપસ્થિતિમાં હાઈબ્રિડ શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પેટલાદ, સોજીત્રા, બોરસદ, અને ખંભાત તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. તેઓને બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.તદ્ઉપરાંત અનુસૂચિત જાતિના ખેડૂતોને બાગાયત ખાતાની સહાયલક્ષી યોજના તેમજ આત્મા અને ખેતીવાડી /પશુપાલન ખાતાની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરીને તેમને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ વેળાએ બાગાયત અધિકારી કમલ ઠાકોર સહિત જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreસશક્ત મહિલા, સાક્ષર બાળક, સ્વસ્થ ભારત
હિન્દ ન્યુઝ, જામનગર મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આઈ.સી.ડી.એસ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે ‘પાપા પગલી’ યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા ‘પાપા પગલી’ પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ(TLM)ના માધ્યમથી બનાવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ હતી, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ પ્રસંગે, શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા,…
Read Moreબરવાળા તથા રાણપુર તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓ માટે જોગ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં બરવાળા અને રાણપુર તાલુકામાં આગામી દિવાળીનાં તહેવારો નિમિત્તે હંગામી ફટાકડા વેચાણ કરવા ઇચ્છતાં તમામ વેપારીઓને જણાવવામાં આવે છે કે, બરવાળા અને રાણપુર તાલુકામાં આવેલાં નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમા હંગામી ફટાકડા વેચાણ અંગેની પરવાનગી સમયસર આપી શકાય તે હેતુથી તમામ સંબંધિત વેપારીઓએ નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, બરવાળા-ભાવનગર હાઇ વે,બરવાળા ખાતેથી એ.ડી.એમ શાખામાંથી નિયત નમુનામાં અરજી ફોર્મ આગામી તા.૧૫/૦૯/૨૦૨૫થી મેળવી તા.૨૬/૦૯/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમ્યાન (રજાના દિવસો સિવાય) રજુ કરવાનાં રહેશે. સમય મર્યાદા બાદ તથા અધૂરી વિગતો તથા અધૂરા પુરાવાઓ વાળી મળેલી…
Read Moreબોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વાસ્મો કચેરી, બોટાદ…
Read Moreડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/25થી 12/09/25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન
હિન્દ ન્યુઝ, બોટાદ ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/ 25 થી 12/09/ 25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ બોટાદમાં નગરપાલિકા દ્વારા ચાલતાં માઇક્રોવેવ કોમ્પ્યુટર કલાસીસમાં બહेનો સાથે કામકાજના સ્થળે જાતીય સતમણી અધિનિયમ 2013 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોટાદ મહિલા પોલીસ સ્ટેશનનના પી.એસ.આઈ. શ્રી એસ.એન.મકવાણા દ્વારા પોક્સો એક્ટ તેમ IUCAWની કામગીરી તેમજ દરેક બેહનો સ્વનિર્ભર…
Read More
