હિન્દ ન્યુઝ, અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના સહકારિતા ક્ષેત્રમાં દીર્ઘ સમયથી સેવા આપતા વરિષ્ઠ વડીલો, સહકાર ક્ષેત્રના નવનિયુક્ત હોદ્દેદારો અને ઉત્કૃષ્ટ તજજ્ઞોનું સન્માન કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યો છે, જેમાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ ઉદાહરણરૂપ…
Read MoreDay: September 21, 2025
મુખ્યમંત્રી અમરેલીમાં સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાતે
હિન્દ ન્યુઝ,અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતેથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારની વરિષ્ઠ નાગરિકો માટેની શ્રવણ તીર્થદર્શન યોજના અંતર્ગત આયોજિત સોમનાથ-દ્વારકાની તીર્થયાત્રાની બસોને પ્રસ્થાન કરાવીને 251 જેટલા તીર્થયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ નાગરિકોની ચિંતા કરી છે. તેમણે ઉમેર્યું કે, આજે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેક છેવાડાના લાભાર્થીના ઘર સુધી પહોંચી રહ્યા છે. તેમણે ‘સ્વદેશી અપનાવો’ અભિયાનમાં સ્વયંભૂ જોડાવા સૌ નાગરિકોને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ટાવર ચોક ખાતે આવેલી દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના…
Read Moreકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ તથા ધારાસભ્યો, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Read Moreદિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૧૬૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી
હિન્દ ન્યુઝ, સુરત એડવાન્સ બુકિંગ તમામ બસ સ્ટેશનો, ઓનલાઈન બુકિંગ www.gsrtc.in વેબસાઈટ તથા GSRTC એપ પરથી કરાવી શકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ અને મુસાફરલક્ષી બનાવી છે. આ વર્ષે એસ.ટી.નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ વતનમાં જવા તા.૧૬થી ૧૯ ઓક્ટોબર દરમિયાન સુરતથી ૧૬૦૦ એકસ્ટ્રા બસો દોડાવશે એમ વાહનવ્યવહાર, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
Read Moreસુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ માર્ગોની કર્લિંગ સફાઇની કામગીરી હાથ ધરાઇ
હિન્દ ન્યુઝ, સુરત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ રસ્તાઓને સુગમ્ય બનાવવાની કામગીરી હાથ ધરાઈ ઓલપાડ તાલુકાના રાજ્યધોરી માર્ગ સુરત-ઓલપાડ-સાહોલ રોડ તથા સાહોલ-કીમ-માંડવી રોડ પર કર્લિંગ સફાઇની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરી સુગમ્ય બનાવવામા આવી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં વરસાદના વિરામ બાદ હાથ ધરાયેલા રસ્તાઓને વધુ સુવ્યવસ્થિત અને ગતિશીલ બનાવવા વિશેષ અભિયાન સ્વરૂપે ઓલપાડ તાલુકાના મુખ્ય માર્ગોથી શરૂ કરવામાં આવ્યું છે.
Read Moreદેશમાં અને દેશ બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓ સંદર્ભની સુરત જિલ્લાની બીજી ઘટના
હિન્દ ન્યુઝ, સુરત CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લામાં એકસાથે ૬ દત્તક ઇચ્છુક દંપતિને જિલ્લા કલેકટરે દત્તક વિધાનનો આદેશ કર્યો: પરિવારોમાં ખુશીનો માહોલ દેશમાં અને દેશ બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓ સંદર્ભની સુરત જિલ્લાની બીજી ઘટના CARA(સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ અથોરિટી) એડોપ્શન રેગ્યુલેશન, ૨૦૨૨ અંતર્ગત સુરતમાં એકસાથે ૬ દંપતિઓને જિલ્લા કલકટર ડો.સૌરભ પારધીએ દત્તક વિધાન આદેશ કર્યો છે. એક કિસ્સામાં દેશની અંદર અને બીજામાં દેશની બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓમાં સુરત જિલ્લાનો બીજો કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય ૪ દંપતિઓએ સ્ટેપ અડોપ્શન…
Read Moreમાંડવી તાલુકાના ગોડસંબા ગામના પ્રવેશ દ્વાર સહિતના રસ્તાઓની સાફ સફાઈ કરાઇ
સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૫ હિન્દ ન્યુઝ, માંડવી રાજ્ય સહિત સુરત જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત માંડવી તાલુકાના ગોડસંબા ગામે પ્રવેશ દ્વાર સહિતના વિવિધ રસ્તાઓ અને જાહેર સ્થળોની સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ ભીનો અને સૂકો કચરો અલગ કરી સૌને સ્વચ્છતા સાથે કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે પણ જાગૃત કર્યા હતા.
Read More“આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ”ની થીમ સાથે સુરેન્દ્રનગરમાં ઉજવાશે ‘૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ‘૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ, તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ શ્રી ઓમકાર વિદ્યાલય, પંડિત દીનદયાળ ટાઉન હોલની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૮ થી બપોરે ૧ કલાક સુધીનો રહેશે. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પાચન, શ્વાસન, ચામડી અને અન્ય રોગોની મફત સારવાર આપવામાં આવશે.
Read Moreજામનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી. વરસાદ અને સતત પાણી ભરાવવાને કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડા પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક પગલા ભરીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાલાવડ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા નાની વાવડી થી સ્ટેટ હાઇવે રોડ પર ૪ કિ.મી.ના રસ્તા પર ડામર અને પેચવર્કનું કાર્ય કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અડચણ ન થાય તેમજ અકસ્માતોનો ભય…
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘના માર્ગદર્શન અંતર્ગત “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ઉજવણી અંતર્ગત આજરોજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ ૯૪ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન ભચાઉ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પાર્થ ભટ્ટની ઉપસ્થિતિમાં ૩૧ સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી. દાંત રોગનિષ્ણાત ડો.નિલેષ ગાડીયા દ્વારા ૨૮ લાભાર્થીઓની તપાસ સાથે ટીબી સ્ક્રીનિંગ , NCD, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રિસી, મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અને માર્ગદર્શન મેડિકલ ઓફીસર ડો.દર્શન પટેલ,…
Read More