મુખ્યમંત્રી અમરેલીમાં સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાતે

હિન્દ ન્યુઝ,અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતેથી અનુકંપા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારની વરિષ્ઠ નાગરિકો માટેની શ્રવણ તીર્થદર્શન યોજના અંતર્ગત આયોજિત સોમનાથ-દ્વારકાની તીર્થયાત્રાની બસોને પ્રસ્થાન કરાવીને 251 જેટલા તીર્થયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનાં બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ નાગરિકોની ચિંતા કરી છે. તેમણે ઉમેર્યું કે, આજે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેક છેવાડાના લાભાર્થીના ઘર સુધી પહોંચી રહ્યા છે. તેમણે ‘સ્વદેશી અપનાવો’ અભિયાનમાં સ્વયંભૂ જોડાવા સૌ નાગરિકોને આહવાન કર્યું હતું.



મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ટાવર ચોક ખાતે આવેલી દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવી ‘સ્વદેશી અભિયાન’ અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વેપારીઓ સાથે સહજભાવે સંવાદ સાધીને તેમના દ્વારા વેચાતાં ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વેપારીઓ અને નાગરિકોને માત્ર સ્વદેશી બનાવટની જ વસ્તુઓ વેચવા અને ખરીદવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.



     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીના વરદ્હસ્તે જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી રમતવીરોનું શિલ્ડ-મોમેન્ટો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધતાં જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ સહિતના આયોજનો થકી રમતવીરોને મંચ મળી રહ્યું છે અને આપણા ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

Related posts

Leave a Comment