હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજરોજ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ તથા ધારાસભ્યો, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
