ધોરાજીના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને તાત્કાલિક પ્રાથમિક સારવારઅપાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ધોરાજીના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને અચાનક આંચકી, તાવ અને ઉલટી થતાં આયુષ્માન આરોગ્ય મંદીર, મોટી પરબડી દ્વારા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે GMERS હોસ્પિટલ, જુનાગઢ ખાતે ૧૦૮ દ્વારા રીફર કરી તેમની જિંદગી બચાવાઇ હતી.

    તા. ૦૨.૦૯.૨૫ની ફોલોઅપ તપાસ મુજબ રોશનીબેન મયુરભાઇ મકવાણા એકદમ સ્વસ્થ છે. અને તેના પરીવારે સી.એચ.ઓ. શ્રી નદીમભાઇ દસાડીયા, આર.બી.એસ.કે. ટીમના ડો. મોનિકાબેન, જુનાગઢની GMERS હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

   જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુને વધુ બાળકોને લાભ થાય અને બાળક તંદુરસ્ત રહે તે માટે જિલ્લાકક્ષાએ જિલ્લા વિકાસ અધીકારી અનંદુ સુરેશ ગોવિંદ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલીના માર્ગદર્શન હેઠળ સમયાંતરે આરોગ્યલક્ષી બેઠકો યોજી આર.બી.એસ.કે.નું આયોજન અને મુલ્યાંકન કરવામાં આવે છે. તથા આર.બી.એસ.કે ટીમને માર્ગદર્શન આપવામાં આવે છે.

Related posts

Leave a Comment