સ્વાઈન ફ્લૂથી ડરવાની જરૂર નથી, સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સ્વાઈન ફ્લૂ (H1N1) અંગે ગભરાટ કે અફવાઓથી દૂર રહી જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સ્વાઈન ફ્લૂ સામાન્ય ફ્લૂ જેવો જ વાયરલ ચેપ હોવાથી સમયસર લક્ષણો ઓળખી સારવાર લેવી હિતાવહ છે.

તીવ્ર તાવ, ખાંસી, ગળામાં દુખાવો, માથાનો દુખાવો કે સ્નાયુઓમાં કળતર જેવાં લક્ષણો જણાય તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી તબીબનો સંપર્ક કરવો. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, વારંવાર સાબુથી હાથ ધોવા, છીંક કે ખાંસી વખતે રૂમાલનો ઉપયોગ કરવો અને જાતે દવા લેવાનું ટાળવું. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો પર જરૂરી દવાઓ અને સારવારની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે.

 

Related posts

Leave a Comment