ગાંધીનગરનો સંકલ્પ: “માનવતાનું એક કદમ, ટીબી ખતમ!”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર શું તમે કોઈના જીવનમાં આશાનું કિરણ બનવા માંગો છો? તમારો એક નાનો પ્રયાસ કોઈનું આખું જીવન બચાવી શકે છે! ગાંધીનગર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા એક વિશેષ અપીલ કરવામાં આવી છે. ટીબીના દર્દીઓને દવાની સાથે યોગ્ય પૌષ્ટિક આહારની ખૂબ જરૂર હોય છે, અને આ માટે ‘નિ-ક્ષય મિત્ર’ બનીને દર્દીઓને દત્તક લેવાની સુંદર પહેલ શરૂ કરવામાં આવી છે. ‘નિ-ક્ષય મિત્ર’ બનીને તમે કેવી રીતે મદદ કરી શકો? દર્દીને દત્તક લો: ૧ કે તેથી વધુ દર્દીઓને અનુકૂળતા મુજબ દત્તક લઈ તેમની પોષણ કીટની…

Read More

ટેક્નોલોજીના માધ્યમથી યુવાનો માટે ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે USA પ્રવાસના ત્રીજા દિવસે પર્પ્લેક્સિટીના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી.  અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટ-અપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઇબ્રીડ સેટ-અપની દિશામાં પણ રસ દાખવ્યો.

Read More

ડાંગ જિલ્લાના કર્મચારીઓએ બેડમિન્ટનમાં રચ્યો ઇતિહાસ: બે ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે પસંદ, એક ખેલાડી વેઇટિંગમાં પ્રથમ

હિન્દ ન્યુઝ, ડાંગ     આગામી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝ નેશનલ ગેમ્સ, ૨૦૨૬માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ડાંગ જિલ્લાના કર્મચારીઓએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે.  ગાંધીનગર ખાતે યોજાયેલી ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા’ માં ડાંગ જિલ્લાના બે ખેલાડીઓની રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એક ખેલાડીએ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સચિવાલય જીમખાના, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે તારીખ ૧૭, ૧૮, અને ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્ય શ્રી પ્રજેશ બી. ટંડેલના…

Read More

‘જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ’ની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પાલનપુર    પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ’ની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને વિકાસકામો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરએ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગ્ય સંકલન સાધીને તમામ પ્રશ્નોનો ઝડપી અને સરાહનીય ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યઓ, ડી.ડી.ઓ. એમ. જે. દવે તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ નારણપર રોહા ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઈને મધ્યાહન ભોજનનો આસ્વાદ માણ્યો

હિન્દ ન્યુઝ, કચ્છ     કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના‌ માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આજરોજ કલેક્ટરએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ મુલાકાતની સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ રહી હતી કે, કલેક્ટર અનિલ રાણાવસિયાએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની કામગીરીની જાત તપાસ કરી હતી. તેમણે સરકારના નિર્ધારિત મેનુ મુજબ રસોઈયા બહેનો દ્વારા બનાવેલા ‘પૌંઆ’નો સ્વાદ માણ્યો હતો.…

Read More

જિલ્લા કલેક્ટરે રતનપુર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરી અને પંચાયતના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગ્રામ્ય સ્તરે વહીવટી પારદર્શિતા અને જનસુવિધાઓની સ્થિતિની જાતતપાસ અર્થે ગાંધીનગર જિલ્લા કલેક્ટરએ ગાંધીનગર તાલુકાના રતનપુર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરી અને પંચાયતના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી.  સાથે જ, ગામના અગ્રણીઓ સાથે GIFT City ના વિકાસથી ગામને મળેલા લાભો તેમજ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રસ્તા, વીજળી અને બાંધકામ સંબંધિત પ્રશ્નો અંગે સંવાદ સાધ્યો હતો.  વિશેષમાં, કલેક્ટરએ ગામની શાળા, આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ આંગણવાડી બહેનો સાથે ગામમાં કુપોષણની સ્થિતિ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગૌચર અને સરકારી પડતર જમીનની…

Read More

ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગાંધીનગર જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પાયાની સુવિધાઓ અને વિકાસ કાર્યોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના શાહપુર ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામ પંચાયતના દફતરની સામાન્ય તપાસણી કરી હતી તેમજ ગામના અગ્રણીઓ સાથે બેઠક યોજી GIFT City ના નિર્માણ બાદ ગામને થયેલા વિવિધ લાભો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.  સાથોસાથ પીવાનું પાણી, ડ્રેનેજ, આંતરિક રોડ-રસ્તા, વીજળી અને બાંધકામ સંબંધિત સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા હાથ ધરી હતી.  તદુપરાંત, સ્થાનિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ભૌતિક સુવિધાઓની ખાતરી કરી ગામના ગૌચર અને સરકારી પડતર જમીનની…

Read More

ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામની ક્ષેત્રીય મુલાકાતે જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામની ક્ષેત્રીય મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી.  મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામના અગ્રણીઓ સાથે વિશેષ બેઠક યોજી ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ ગામમાં થયેલા વિકાસ અને નાગરિકોને મળેલા લાભો અંગે ચર્ચા કરી હતી. આ સાથે પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ નેટવર્ક, રસ્તા, લાઈટ અને બાંધકામ સંબંધિત મુખ્ય સ્થાનિક પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.  ઉપરાંત, પ્રાથમિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સરકારી પડતર અને ગૌચર જમીનની વર્તમાન સ્થિતિની વિસ્તૃત…

Read More

નડિયાદ શહેરના અપડેટ

હિન્દ ન્યુઝ, નડિયાદ    નડિયાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વ્યસનમુક્તિ, બાળ લગ્ન નિવારણ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યશાળાનું સફળ આયોજન કરાયું. નડિયાદમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો, આ ભરતી મેળામાં ૧૦ કંપનીઓએ ૨૩૦ થી વધુ યુવાનોના ઇન્ટરવ્યુ લીધા જેમાંથી ૧૮૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ, યુવાનોને કારકિર્દી માર્ગદર્શન પણ અપાયું.

Read More

પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો. સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરમાં નર્મદાના પાણીની ફાળવણી થકી ઉત્તર ગુજરાતના 09 જિલ્લાના 30થી વધુ તાલુકાના 700થી વધુ ગામોના 1300થી વધુ તળાવો અને અંદાજિત 3 લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારિત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયેલ પરંતુ, ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા…

Read More