પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં પૂરક સિંચાઈ તથા પીવાના હેતુસર નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તારમાં નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ફાળવવાનો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો.

સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેરમાં નર્મદાના પાણીની ફાળવણી થકી ઉત્તર ગુજરાતના 09 જિલ્લાના 30થી વધુ તાલુકાના 700થી વધુ ગામોના 1300થી વધુ તળાવો અને અંદાજિત 3 લાખ એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

ઉત્તર ગુજરાતના ખેડૂતો દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આધારિત બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થયેલ પરંતુ, ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ ખેંચાતા પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી બાબત સરકારની વિચારણામાં હતી જેનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો.

Related posts

Leave a Comment