HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે “માસિક સ્વચ્છતા અને એચપીવી રસીકરણ” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો! 

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા  કોલેજના આંતરિક ગુણવત્તા ખાતરી સમિતિ (IQAC) ના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની મુખ્ય વિગતો: તબીબી માર્ગદર્શન: ભગવતી સ્ત્રીરોગ હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. યામિની પટેલ દ્વારા માસિક સ્વચ્છતા, વ્યક્તિગત સ્વાસ્થ્ય અને HPV રસીકરણના મહત્વ અંગે વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી. પ્રશ્નોત્તરી સત્ર: વિદ્યાર્થીનીઓના આરોગ્ય સંબંધિત પ્રશ્નો અને શંકાઓના નિવારણ માટે વ્યક્તિગત માર્ગદર્શન સત્ર યોજાયું. મુખ્ય હેતુ: યુવતીઓમાં સ્વાસ્થ્યપ્રદ આદતો કેળવાય, HPV સામે રક્ષણ મળે અને સમયસર તબીબી સલાહ મેળવવા પ્રોત્સાહન મળે. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ એસ. પટેલ, ડૉ. કુંજલ દીક્ષિત…

Read More

PMNAM (પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા)નું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયાના માર્ગદર્શન હેઠળ PMNAM (પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ મેળા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં જૂનાગઢ જિલ્લાના સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ એકમો દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ઉમેદવારોની બહોળા પ્રમાણમાં ભરતી કરવામાં આવી હતી. જેમાં GSRTC જૂનાગઢ, જૂનાગઢ ડેરી, નગરપાલિકા વંથલી, આલ્ફા મશીન ટૂલ્સ, જૂનાગઢ જ્વેલરી પ્રા. લિ., ઉષા બ્રેકો, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પરફેક્ટ મોટર્સ, સામન્વય હોસ્પિટલ તથા ફર્ન હોટેલ, જૂનાગઢ સહિતના એકમો ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં વિવિધ વ્યવસાયોમાં એપ્રેન્ટીસશીપ માટે કુલ ૫૫૭ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.…

Read More

ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતે સાપુતારા ખાતે રાખી મેળાની મુલાકાત લીઘી

હિન્દ ન્યુઝ, ડાંગ   ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ ઓગસ્ટથી તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતે આજરોજ રાખી મેળાની મુલાકાત લઇ મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરી હતી.  ‘સ્વદેશી રાખી–સ્વાવલંબનની ડોરી’ની થીમ સાથે શરૂ થયેલ આ મેળો મહિલા કારીગરો તથા સ્વસહાય જૂથોને તેમની હસ્તકલા અને ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે અને મહિલાઓમાં આત્મનિર્ભરતા તથા રોજગારીની તકોને પ્રોત્સાહન મળે તે…

Read More

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળી છે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      એક સમયે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારમાં ગંભીર બીમારી આવી પડે ત્યારે સારવારના ખર્ચ માટે દેવું કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હતી. સાથે જ સારવાર માટે અનેક મુશ્કેલીઓ પણ ખરી જ. પરંતુ આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળી છે અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ માટે સુનિશ્ચિત પણ બન્યા છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૪૫,૩૩૧ લોકોને વિવિધ બીમારીઓમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારનો લાભ મળ્યો છે. કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વીમા કવચથી સુરક્ષિત લાભાર્થીઓને એમ્પેનલ્ડ ખાનગી હોસ્પિટલોમાં વિના મૂલ્યે…

Read More

ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન રજૂ કર્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું ગ્લોબલ વિઝન રજૂ કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ કેપિટલના નવા કેન્દ્ર તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું વિઝન રજૂ કર્યું. ગુજરાત AI, વૈશ્વિક મૂડી અને અદ્યતન ટેકનોલોજીના વિકાસનું વૈશ્વિક કેન્દ્ર બનવા સજ્જઃ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી.

Read More

કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જામનગર જિલ્લાની વિવિધ વિકાસલક્ષી રજુઆતો તેમજ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સવિસ્તર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને રજૂઆતોની તેમજ પડતર પ્રશ્નો અંગે વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિ, કરવામાં આવેલી કાર્યવાહી તથા બાકી રહેલા કામ અંગે જરૂરી વિગતો મેળવી ચર્ચા કરવામાં આવી હતી.  બેઠકમાં મુખ્યત્વે પાણીના…

Read More

આહવા ખાતે પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એટીવીટીના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, આહવા     ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા તથા વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને એટીવીટી અંતર્ગત હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા માટે આજરોજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ તેમના વિભાગ હેઠળ ચાલી રહેલા વિકાસકાર્યો, મંજૂર થયેલ યોજનાઓ તથા ખર્ચની પ્રગતિ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. બેઠક દરમિયાન પ્રભારી મંત્રી ડો.જયરામભાઇ ગામીતે માર્ગ અને મકાન, પાણી પુરવઠા, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, કૃષિ, આદિજાતિ વિકાસ સહિતના વિવિધ વિભાગોના કામોની સમીક્ષા હાથ ધરી હતી. જે કામોમાં વિલંબ જોવા મળ્યો…

Read More

ડાંગ જિલ્લામાં ચોમાસુ -૨૦૨૬ અંગે પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ     વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને, આજરોજ જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વરસાદી આપત્તિ સામે તમામ વિભાગોના અધિકારીઓને સંપૂર્ણ સતર્કતા સાથે ‘સ્ટેન્ડબાય’ રહેવા અને રાહત તથા બચાવ કામગીરીમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સૂચનાઓ આપી હતી. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં આહવા અને વઘઇ તાલુકામાં સો ટકા જ્યારે સુબીર તાલુકામાં અત્યાર સુધીમાં ૯૩ ટકા વરસાદ નોંધાયો છે. તેમજ જિલ્લામાં ભારે…

Read More

રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા     મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા, આઈટીઆઈ ફોર ડીસેબલ,તરસાલી તથા નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ ફોર વુમન (NCSDA ) વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ ફોર ડીસેબલ, આઈટીઆઈ કેમ્પસ,તરસાલી ખાતે દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમા ઓર્થો લોકોમોટર ડીસેબીલીટી, હીયરીંગ ઈમપેરડ(શ્રવણ ક્ષતી),મુખ બધિર, ડ્વારફીઝમ(વામનતા) જેવી દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા સ્વતંત્ર હલનચલન, આવ-જા કરી શકે તેમજ બન્ને હાથથી કામ કરી શકે તેવા ૧૮ થી ૩૫ વર્ષના ૧૧૫ જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેન ઉમેદવારોએ ભાગ લીધો હતો.  ભરતી મેળામાં નોકરીદાતા દ્વારા ધો.૮…

Read More

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

સંકલનથી સમાધાન તરફ… 🤝 હિન્દ ન્યુઝ, અમરેલી     સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી, તેમના હકારાત્મક અને સમયબદ્ધ નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. 🇮🇳 રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની સફળ ઉજવણી બદલ ‘ટીમ અમરેલી’ને અભિનંદન પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારી-કર્મચારીઓના સંકલિત પ્રયાસોને બિરદાવ્યા. 🌾 જિલ્લામાં રાસાયણિક ખાતર સહિતના જરૂરી પુરવઠાની ઉપલબ્ધતા અને નિયમિત પ્રવાહ અંગે પણ સમીક્ષા હાથ ધરાઈ. જનપ્રશ્નોના નિવારણ માટે સંકલિત પ્રયાસો… વિકાસની દિશામાં સતત કામગીરી! 

Read More