સંકલનથી સમાધાન તરફ… 🤝
હિન્દ ન્યુઝ, અમરેલી
સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી, તેમના હકારાત્મક અને સમયબદ્ધ નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
🇮🇳 રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની સફળ ઉજવણી બદલ ‘ટીમ અમરેલી’ને અભિનંદન પાઠવતાં જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારી-કર્મચારીઓના સંકલિત પ્રયાસોને બિરદાવ્યા.
🌾 જિલ્લામાં રાસાયણિક ખાતર સહિતના જરૂરી પુરવઠાની ઉપલબ્ધતા અને નિયમિત પ્રવાહ અંગે પણ સમીક્ષા હાથ ધરાઈ.
જનપ્રશ્નોના નિવારણ માટે સંકલિત પ્રયાસો… વિકાસની દિશામાં સતત કામગીરી!
