હિન્દ ન્યુઝ, વડોદરા
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા, આઈટીઆઈ ફોર ડીસેબલ,તરસાલી તથા નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ ફોર વુમન (NCSDA ) વડોદરાના સંયુકત ઉપક્રમે આઈટીઆઈ ફોર ડીસેબલ, આઈટીઆઈ કેમ્પસ,તરસાલી ખાતે દિવ્યાંગ ભાઈ-બહેનો માટે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમા ઓર્થો લોકોમોટર ડીસેબીલીટી, હીયરીંગ ઈમપેરડ(શ્રવણ ક્ષતી),મુખ બધિર, ડ્વારફીઝમ(વામનતા) જેવી દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા સ્વતંત્ર હલનચલન, આવ-જા કરી શકે તેમજ બન્ને હાથથી કામ કરી શકે તેવા ૧૮ થી ૩૫ વર્ષના ૧૧૫ જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેન ઉમેદવારોએ ભાગ લીધો હતો.
ભરતી મેળામાં નોકરીદાતા દ્વારા ધો.૮ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં, ગ્રેજયુએટની લાયકાતની ૧૦૭ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવા વડોદરા જિલ્લાની ૭ કંપનીના પ્રતિનિધી હાજર રહ્યા હતા. જેમાંથી લાયકાત અને કામ કરવાની ક્ષમતાને આધારે ૭૨ દિવ્યાંગ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરીને રોજગારી અને એપ્રેન્ટીસની તકો આપવામા આવી હતી.
ભરતી મેળામાં ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા વડોદરા મહાનગર પાલિકાના મેયર ગીતાબેન મકવાણા, મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ, તથા ડીસેબલ આઈટીઆઈના પ્રિન્સીપાલ ચિંતન શાહ તેમજ NCSDA, સમાજ સુરક્ષા કચેરીના અધિકારી કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ એ દિવ્યાંગ ઉમેદવારોને સરકારની સ્વરોજગાર લોન સહાય યોજનાઓ, ઉદ્યોગ સાહસીકતા અંગે તેમજ રોજગારલક્ષી ફ્રી વોકેશનલ કોર્ષ તાલીમ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ફ્રી કોચિંગ તાલીમ, દિવ્યાંગ મહિલાને લગ્ન બાદ સહાય યોજનાઓ વગેરે અંગે વિના મુલ્યે માર્ગદર્શન આપવા આવ્યુ હતુ.
મેયરએ દરેકને સ્વમાનભેર જીવન જીવવા માટે રોજગારીની તકો ઝડપવા અને વિકસીત ભારતના સપનાને પુરુ કરવા યોગદાન આપવા ભાર મુકયો હતો. મદદનીશ રોજગાર નિયામકશ્રી દ્વારા દિવ્યાગોને બેનીફીસરીઝ તરીકે નહી પણ કોન્ટ્રીબ્યુટર તરીકે જોવા પોતાને શિક્ષણ, તાલીમ મેળવીને આત્મ નિર્ભર બનવા રોજગાર અને સ્વરોજગાર, સ્ટાર્ટઅપની તકો ઝડપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ વડોદરા રોજગાર કચેરીની ઓનલાઈન સેવાઓ અનુબંધમ અને એનસીએસ પોર્ટલ તેમજ પીએમ દક્ષ પોર્ટલ તેમજ માય સ્કીમ પોર્ટલનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યુ હતુ. મુક બધિર દિવ્યાંગ ઉમેદવારોને મુક ધ્વનિ ટ્રસ્ટના ટીચર દ્વારા સાઈન લેંગ્વેજ દ્વારા સમગ્ર માહીતી આપવામા આવી હતી.
