સંખેડા તાલુકાના ભાવપુરા ગામ ની ૨૦ વર્ષીય યુવતી ને ઝેરી સાપ કરડતા સારવાર મળે તે પહેલાં પ્રાણ પંખેરૂ ઉડી ગયું

હિન્દ ન્યૂઝ, સંખેડા,

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકાના બહાદરપુર નજીક ભાવપુરા ગામ આવેલ છે. જયાં વીસ વર્ષીય યુવતી ને સાપ કરડતાં 108 ની મદત થી ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલા પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા. પરંતુ સારવાર મળશે તે પહેલાં જ પ્રાણ પંખેરૂ ઉડી જતાં કુટુંબ માં ગમ નો માહોલ પેદા થવા પામ્યો છે.

જાણવા મળ્યા મુજબ સંખેડા તાલુકાના બહાદરપુર પાસે આવેલ ભાવપુરા ગામે વીસ વર્ષીય યુવતી રાત્રે વાળુ પતાવી નિત્યક્રમ મુજબ ઉંધવા પડી જયાં જમણાં હાથ ની ટચલી આંગળી માં સાપ કરડી જતાં તાત્કાલિક ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ માં લાવવા માં આવેલ જયાં ફરજ પર ના તબીબ એ મૃત ધોષિત કરતાં કુટુંબમાં રોડકકડ મચી જવા પામી હતી. સંખેડા પોલીસે અકસ્માતે મોત મહિલા નું Pm ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment