ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા વાવ ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિદ ન્યૂઝ, ભાભર,

પત્રકાર એકતા સંગઠન દ્વારા તમામ એરીયા ને લગતા ધારાસભ્યો ને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા પણ વાવ સુઇગામ અને ભાભર ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને ભાભર માં આવેલી વસુંધરા છાત્રાલય ખાતે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં પત્રકાર મિત્રો સરકાર ના તમામ કાર્યક્રમો જનતા ની સામે લઇ જાય છે. પરંતુ પત્રકાર મિત્રો ને થતાં અન્યાય તથા અનેક મળતા લાભો અને સહાય ના મળતાં વંચિત રહી જાય છે. તો સરકાર તરફ થી વહેલામાં વહેલી તકે પત્રકારો ની માંગણી પુરી કરવા માટે આજે ભાભર પત્રકાર એકતા સંગઠન દ્વારા પણ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં એકતા સંગઠન ના પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ, કાર્યકરી પ્રમુખ કાન્તુભા રાઠોડ, ભારમલભાઇ માળી, મહેન્દ્રભાઇ પટેલ, પ્રવિણસિંહ રાઠોડ, બાબુ ભાઇ ચૌધરી અને મહેશભાઈ ઠક્કર પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment