બાયોડીઝલ ભરેલા બેરલ ના મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ,  અરવલ્લી,

તા૦૩/૧૦/૨૦૨૦, ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતોના વિભાગના પત્ર આધારે રાજ્યભરમાં બાયોડિઝલના અનઅધિકૃત વેચાણને અટકાવવા બાબતની આપેલ સૂચનાઓ અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા જિલ્લાઓમાં અનઅધિકૃત રીતે કાર્યરત Bio-Diesel ના Retail Outlet વિરૂધ્ધ જરૂરી ટીમો બનાવી કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ જે અંગે અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ તેમજ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં આવા વેચાણ કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સૂચનાઓ આપી ટીમ વાઇઝ કામગીરી કરવા જણાવેલ.
ઉપરોકત સૂચના અન્વયે આર.કે.પરમાર, પોલીસ ઇન્સ. એલ.સી.બી. અરવલ્લી નાઓના માર્ગદર્શન આધારે એલ.સી.બી.ના ટીમના એ.એસ.આઇ મોહનસિંહ પુજેસિંહ તથા એ.એસ.આઇ મોહનસિંહ ફતેસિંહ તથા અ.હે.કો. ઇમરાનખાન નજામિયાં તથા અ.હે.કો સંજયકુમાર મનોજભાઇ તથા અ.હે.કો. દિલીપભાઇ રામાભાઇ તથા આ.હે.કો પ્રમોદકુમાર સુખદેવપ્રસાદ નાઓ દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ રાખવામાં આવેલ હતી. સાથેના અ.હે.કો. ઇમરાનખાન નજામિયાં નાઓને હકીકત મળેલ કે, મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલ “લકી સર્વિસ સ્ટેશન” ની સામે ખુલ્લી જગ્યામાં ઇમ્તીયાઝભાઇ અબ્બાસભાઇ સુમરા રહે. ફોરેસ્ટ કોલોનીની બાજુમાં નદીનો ઢાળ, મહેતાપુરા હિંમતનગર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા નાનો એક સફેદ કલરની પીકપ ડાલામાં બાયોડીઝલના બેરલ ભરીને ઉભો છે. જે માહિતી આધારે સદરીને ચેક કરતાં બાયો ડીઝલ બેરલ ભરેલ પ્લાસ્ટીકના બેરલ નંગઃ૧૧ બાયોડિઝલ રર૦૦ લીટર કિ.રૂ.૧,૧૦,૦૦૦/- નો જથ્થો મળી આવેલ. જે મુદ્દામાલ કબજે લઇ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી માં
(૧) ઇમ્તીયાઝભાઇ અબ્બાસભાઇ સુમરા ઉ.વ.૩૮ ધંધો ડ્રાઇવીંગ રહે. ફોરેસ્ટ કોલોનીની બાજુમાં નદીનો ઢાળ, મહેતાપુરા હિંમતનગર તા.હિંમતનગર જિ.સાબરકાંઠા.
આમ એલ.સી.બી. અરવલ્લી ટીમને સરકારની સુચના મુજબ ગે.કા. રીતે વેચાણ થતા બાયોડિઝલ લીટર રર૦૦ નો જથ્થો ગે.કા. રીતેનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment