દાહોદ પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈનના અધ્યક્ષ સ્થાને ચીલાકોટા મુખ્ય પ્રા. શાળા ખાતે જન ભાગીદારી અભિયાનનો કરાયો પ્રારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ 

     ભારત સરકાર દ્વારા ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જન ભાગીર્દારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં “ જન ભાગીદારી અભિયાન ” અંતર્ગત લીમખેડા તાલુકાના ચીલાકોટા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈનના અધ્યક્ષ સ્થાને જન ભાગીદારી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી લીમખેડા યશોરાજસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા કક્ષાએ કલસ્ટર દીઠ તાલુકાના તમામ ગામો આવરી લઈ જે તે ફાળવેલ સ્થળ પર કેમ્પ કરવાના આવશે. આ કેમ્પ દરમ્યાન તારીખ ૧૮ મે થી તારીખ ૨૫ મે સુધી અભિયાન અંતર્ગત અનેકો યોજનાકીય લાભો સમાવિષ્ટ ગામોના લોકોને મળશે. તા.૧૮/૦૫/૨૦૨૬ થી તા.૨૫/૦૫/૨૦૨૬ સુધી યોજાનાર અભિયાનનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારોમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો તથા છેવાડાના લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.

આ અભિયાન અંતર્ગત તા.૧૯/૦૫/૨૦૨૬ થી તા.૨૫/૦૫/૨૦૨૬ સુધી વિવિઘ કલસ્ટર બનાવીને કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં લોકોને વિવિઘ આરોગ્ય, પોષણ, તેમજ વ્યકિતલક્ષી યોજનાઓનો લાભ પણ આપવામાં આવશે તેમજ તા.૨૧/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૫/૨૦૨૬ સુધી તમામ આદીસેવા કેન્દ્રો ખાતે જન સુનવાઇનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા સહભાગિતા નોંધાવી હતી.

આ અભિયાન અંતર્ગત આદિજાતિ વસ્તી ધરાવતા ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ તેમજ વ્યકતિલક્ષી યોજનાઓ હેઠળ જેમ કે, આવાસ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળીકરણ, આરોગ્ય, સેનીટેશન, પોષણ, આજીવિકા જેવા સેકટરો તેમજ આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, જનધન બેંક ખાતા, પીએમ કિસાન સ ન્માન નિધિ જેવી વ્યક્તિલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે માટે ખાસ ઝુંબેશ તથા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment