હિન્દ ન્યુઝ, ગાંધીનગર
બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે માન. મુખ્યમંત્રીએ અજમાયશી IAS અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી; આ અધિકારીઓ જિલ્લા તાલીમ દરમિયાન જાહેર આરોગ્ય અને પોષણ, વન ડિસ્ટ્રિક્ટ – વન પ્રોડક્ટ, સોશિયલ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન, ગુડ ગવર્નન્સ, લૉ એન્ડ ઓર્ડર, મેનેજમેન્ટ જેવા બહુવિધ વિષયો પર તાલીમ મેળવશે.
માન. મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ SPIPAની તાલીમ તેઓની કારકિર્દી ઘડતરમાં મહત્ત્વપૂર્ણ બની હોવાની લાગણી વ્યક્ત કરી.
