માળીયા હાટીના પટેલ સમાજ રણછોડ નગર ખાતે ભવ્ય “પ્રોટોકોલ યોગ શિબિર”નું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તા.૨૧મી જૂનની ઉજવણીના ભાગરૂપે માળીયા હાટીના પટેલ સમાજ રણછોડ નગર ખાતે ભવ્ય “પ્રોટોકોલ યોગ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતિ કાછડીયા, યોગકોચ દક્ષાબેન ચુડાસમા, કૃપાબેન સાદરીયા, કિરણબેન કારિયા, સેલિના કાછડીયા તેમજ રેગ્યુલર યોગ ટ્રેનરો ઉપસ્થિત રહયા હતા.

૧૦૦ થી પણ વધુ સંખ્યામાં જોડાયેલા યોગસાધકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કરી શરીર, મન અને આત્માના સુંદર સમન્વયનો અનુભવ કર્યો હતો. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવનને શાંતિ, સંયમ અને સકારાત્મકતા તરફ દોરી જતું દિવ્ય સાધન છે — એવો ભાવસભર સંદેશ સમગ્ર શિબિરમાં અનુભવાયો હતો.

આમ, યોગના પવિત્ર માર્ગે સમાજને સ્વસ્થ, સંસ્કારી અને સંવેદનશીલ બનાવવા માટે આવા કાર્યક્રમો પ્રેરણાનું કેન્દ્ર બની રહ્યા છે. ઉપસ્થિત તમામ સાધકોમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ચેતનાનો સુંદર સંચાર જોવા મળ્યો હતો.

Related posts

Leave a Comment