અડાલજ ત્રિ-મંદિર ખાતે આયોજિત ‘રેવન્યુ ચિંતન શિબિર’ના દ્વિતીય દિવસે ‘ડ્રમ સેશન’

હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજે અડાલજ ત્રિ-મંદિર ખાતે આયોજિત ‘રેવન્યુ ચિંતન શિબિર’ના દ્વિતીય દિવસે ‘ડ્રમ સેશન’માં મહેસૂલ વિભાગના એ.સી.એસ. શ્રીમતી ડૉ. જયંતી રવિ અને રાજ્યના વિવિધ જિલ્લા કલેક્ટરઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સતત વહીવટી જવાબદારીઓ અને કાર્યના તણાવ વચ્ચે માનસિક પ્રફુલ્લિતતા લાવવા તેમજ ‘ટીમ વર્ક’ની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ સત્રનું આયોજન કરાયું હતું.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર મુલાકાત સંદર્ભે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હિન્દ ન્યુઝ, જામનગર     વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી તા.૧૦ તથા ૧૧ મે ના રોજની જામનગર મુલાકાતને લઈ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મુલાકાતના સુચારુ આયોજનના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ વડાપ્રધાનના કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય અને…

Read More

GMERS જનરલ હોસ્પિટલ ખાતે અગ્નિ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગરમાં આવેલ GMERS જનરલ હોસ્પિટલ ખાતે અગ્નિ સલામતી સપ્તાહ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.  આ કાર્યક્રમમાં હોસ્પિટલ સ્ટાફ, નર્સિંગ અને સિક્યુરિટી ટીમને આગના સમયે લેવી પડતી સાવચેતીઓ અને સુરક્ષાના સાધનોના ઉપયોગ અંગે સચોટ તાલીમ આપવામાં આવી હતી. હોસ્પિટલ જેવી જાહેર જગ્યાઓએ દર્દીઓ અને સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે આ પ્રકારની તાલીમ અત્યંત અનિવાર્ય છે.

Read More

મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું સમાપન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’નું સમાપન થયું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ વહીવટી તંત્રમાં પ્રામાણિકતા અને નૈતિકતાના મૂલ્યો સાથે નાગરિક કેન્દ્રિત શાસન વ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શિબિર દરમિયાન જમીન સુધારણા, ડિજિટાઇઝેશન અને લોકાભિમુખ શાસન જેવા મહત્વના વિષયો પર ગહન મંથન કરવામાં આવ્યું.

Read More

મહેસૂલ વિભાગ ચિંતન શિબિર – સમાપન સમારોહ: ‘ટીમ ગુજરાત’નો નવો સંકલ્પ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ​ત્રિ-મંદિર, અડાલજ ખાતે આયોજિત ત્રણ દિવસીય ‘મહેસૂલ વિભાગ ચિંતન શિબિર’ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાને વેગ આપવા માટે અધિકારીઓને નવો દૃષ્ટિકોણ પૂરો પાડવામાં આવ્યો. 🔹 મુખ્ય હાઈલાઈટ્સ: 📍 કલેક્ટર – જિલ્લાના સાચા વડા: કલેક્ટરશ્રીઓ માત્ર જમીનના વિષયો પૂરતા મર્યાદિત ન રહેતા જિલ્લાના સર્વાંગી વિકાસના નેતા તરીકે ભૂમિકા ભજવે. 💻 ટેકનોલોજી અને પારદર્શિતા: રાજ્ય સ્તરે ‘કોમન એપ’ અને આધુનિક ટેકનોલોજી દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાનો નિર્ધાર. 🛡️ કાયદો અને વ્યવસ્થા: અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ‘પાસા’ અને ‘તડીપાર’…

Read More

નર્સિંગ ક્ષેત્રે ઐતિહાસિક ભરતી પ્રક્રિયા બદલ નર્સિંગ એસો. ટીમની આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યુઝ, સુરત     ગુજરાત રાજ્યના નર્સિંગ ક્ષેત્રમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિ અને પારદર્શક ભરતી પ્રક્રિયાને બિરદાવવા માટે નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન એસોસિએશને રાજ્ય સરકાર દ્વારા નર્સિંગ કેડરમાં કરવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.                આરોગ્યની સાચી કરોડરજ્જુ સમાન નર્સિંગ અધિકારીઓ સાથે સંવાદ સાધતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફનું વર્તન એ ફરજ સાથે એક મનોવિજ્ઞાન પણ છે. જે વ્યક્તિ દર્દી કે સાથી કર્મચારીઓ સાથે…

Read More

કાલાવડની શ્રી પ્રભુજી પીપળીયા પ્રા. શાળાનો ખેલ ક્ષેત્રે વધુ એક ગૌરવ: બે વિદ્યાર્થીઓની DLSSમાં પસંદગી

હિન્દ ન્યુઝ, કાલાવડ       ગ્રામ્ય વિસ્તારની શાળાઓ પણ હવે રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહી છે, તેનો ઉત્તમ દાખલો કાલાવડ તાલુકાની શ્રી પ્રભુજી પીપળીયા પ્રાથમિક શાળાએ પૂરું પાડ્યો છે. રાજ્ય કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત બેટરી ટેસ્ટમાં જામનગર જિલ્લાના કુલ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં શ્રી પ્રભુજી પીપળીયા પ્રા.શાળાના બે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સુમિત પારસિંહ નિનામા અને વિક્રમ રાજુભાઈ મીનામા એ મેરિટ સાથે DLSS (District Level Sports School) માં સ્થાન મેળવ્યું છે. વિશેષ વાત એ છે કે આ શાળા સતત બીજા…

Read More