હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ત્રિ-મંદિર, અડાલજ ખાતે આયોજિત ત્રણ દિવસીય ‘મહેસૂલ વિભાગ ચિંતન શિબિર’ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ. રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાને વેગ આપવા માટે અધિકારીઓને નવો દૃષ્ટિકોણ પૂરો પાડવામાં આવ્યો.
🔹 મુખ્ય હાઈલાઈટ્સ:
📍 કલેક્ટર – જિલ્લાના સાચા વડા: કલેક્ટરશ્રીઓ માત્ર જમીનના વિષયો પૂરતા મર્યાદિત ન રહેતા જિલ્લાના સર્વાંગી વિકાસના નેતા તરીકે ભૂમિકા ભજવે.
💻 ટેકનોલોજી અને પારદર્શિતા: રાજ્ય સ્તરે ‘કોમન એપ’ અને આધુનિક ટેકનોલોજી દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાનો નિર્ધાર.
🛡️ કાયદો અને વ્યવસ્થા: અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ‘પાસા’ અને ‘તડીપાર’ જેવા કડક પગલાં લેવા માટે પોલીસ સાથે સંકલન સાધવા તાકીદ.
🧹 સ્વચ્છતા મિશન: સરકારી કચેરીઓના શૌચાલયો અને પરિસર ખાનગી પ્રોપર્ટી કરતા પણ વધુ સ્વચ્છ હોવા જોઈએ તેવો આગ્રહ.
📈 ઔદ્યોગિક વિકાસ: MSME અને રોકાણકારો માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા અને CSR ફંડનો પછાત વિસ્તારોના વિકાસ માટે ઉપયોગ.
“વહીવટી પરિવર્તન ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે તેનું સીધું ફળ છેવાડાના નાગરિક સુધી પહોંચશે.” – હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
💼 નિષ્ણાતોના મંતવ્યો:
ડૉ. જયંતી રવિ (ACS, મહેસૂલ): મહેસૂલ વિભાગને ‘મધર ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ્સ’ ગણાવી, નૈતિકતા અને ડિજિટાઇઝેશન (જેમ કે ‘ભૂમિ સીમાંકન’) પર ભાર મૂક્યો.
શ્રીમતી મમતા વર્મા (ACS, ઉદ્યોગ): વિકસિત ગુજરાત માટે લેન્ડ બેંક અને રોકાણકારો માટે ‘ઇન્વેસ્ટર ફ્રેન્ડલી’ અભિગમની મહત્વતા સમજાવી.
પી. સ્વરૂપ (ઉદ્યોગ કમિશનર): જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રોને વધુ સુદ્રઢ બનાવી સામાન્ય જનતાના કામોને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો.
વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવા મહેસૂલ વિભાગ હવે નવી ઊર્જા અને ‘ટીમ સ્પિરિટ’ સાથે આગળ વધશે!
