તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોનો તાલીમવર્ગ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

તળાજા આઈટીઆઈ દ્વારા ૧૪ પંપ ઓપરેટરોને પ્રમાણપત્ર અને વાસ્મો દ્વારા ટુલકીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર અને ટુલકીટ આપી પંપ ઓપરેટરોને પ્રોત્સાહિત કરાયા હતા. તળાજા તાલુકાના વિવિધ ૧૪ જેટલા ગામોના પંપ ઓપરેટરો કે જેઓ ગામમાં પાણી વિતરણ કરવાની કામગીરી કરે છે તેઓને સર્ટીફીકેટ કોર્ષ ઈન પંપ મિકેનીકની તાલીમ ગવર્ન્મેન્ટ આઈટીઆઈ કોલેજ તળાજા દ્વારા પૂર્ણ થતાં પ્રમાણપત્ર અને વાસ્મો તરફથી રૂ. ૬૦૦૦ ની કિંમતના વિવિધ ઉપયોગી ૧૨ ટૂલ્સ સાથેની ટુલકીટ દરેક પંપ ઓપરેટરને આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં નગરપાલિકા તળાજાના ચીફ ઓફિસર કૃપેશભાઈ પટેલ, વાળાભાઈ તેમજ વાસ્મોનાં
તરફથી વિજયભાઈ પરમાર, પ્રદીપભાઈ ચૌહાણ અને હિતેષભાઈ રાવ વગેરે અધિકારીઓએ હાજરી આપી
હતી.

આ તાલીમ આપનાર આઈટીઆઈ તળાજાના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભાવેશભાઈ પટેલીયાની શ્રેષ્ઠ
કામગીરી આચાર્ય જયભાઈ દવે અને તાલીમ લીધેલા ઓપરેટર દ્વારા ખુબ બિરદાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment