બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લાનાં તમામ બગાયતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ – ૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ટુલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ/ ગ્રેડિંગ ના સાધનો, કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ) વાવેતર માટે સહાય કાર્યક્રમ, કપ્રિર્નેસીવ હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ વિગેરે જેવા ઘટકોમાં તેમજ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ટ્રેક્ટર (૨૦ BHP સુધી), ટ્રેક્ટર ઓપરેટેડ/માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલિત મશીનરી, પાવર નેપસેક સ્પ્રેયર વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માગતા સબંધિત ઇચ્છુક ( www.ikhedut.gujarat.gov.in ) મારફતે તા. ૧૫/૦૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મશરૂમ ઉત્પાદન એકમ, મશરૂમ સ્પાન મેકિંગ યુનિટ, રાઇપનિંગ ચૅમ્બર ( ક્ષમતા મહત્તમ ૩૦ મે.ટન), પ્રાઇમરી/મોબાઈલ/મિનિમલ પ્રોસેસિંગ યુનિટ, રેફ્રીજરટેડ ટ્રાન્સપોર્ટ વિહિકલ, જૂના બગીચાનું નવીનીકરણ, નાની નર્સરી ( ૧ હૈ. સુધી) વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માંગતા તમામ બાગયાતદાર લાભાર્થીઓએ તા. ૩૧/૦૧/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અરજીની નકલ ( સહીવાળી ) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨ / ૮ – અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન -૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે કચેરી ફોન નં : ૦૨૭૮- ૨૪૨૦૪૪૪ પર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment