ડાંગની 181 અભયમ ટીમે માતા અને બાળકીનું સુખદ મિલન કરાવ્યું 

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં 181 અભય મહિલા હેલ્પલાઇન પર મળેલા કોલના આધારે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પારિવારિક મતભેદોને કારણે માતાથી અલગ રાખવામાં આવેલી 2 વર્ષની બાળકીનું કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ✅ પતિ તથા સાસરી પક્ષનું કાઉન્સેલિંગ ✅ મહિલાને કાયદાકીય માર્ગદર્શન ✅ પારિવારિક વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન ✅ માતા-બાળકીનું ફરી મિલન 181 અભયમ ટીમે સમજાવ્યું કે મહિલાઓને સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે તેમજ બાળકના હિતને કાયદા હેઠળ પ્રાથમિકતા આપવામાં આવે છે.

Read More

વલસાડના લીલાપોરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મ) માં વિવિધ ટ્રેડોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

હિન્દ ન્યુઝ, વલસાડ    વલસાડના લીલાપોર ખાતે નાના પુલ પાસે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મ) ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ- ૨૦૨૬ અન્વયે આઇ.ટી.આઇ.માં પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઇ ગઇ છે. જેથી પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર જઇ ફોર્મ ભરી શકશે.  વિના મુલ્યે ઓનલાઇન ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોને વલસાડ(મ) આઇ.ટી.આઇ.ની મુલાકાત લેવા તથા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા-વધારા કરવા માટે પ્રથમ રાઉન્ડની છેલ્લી તા. ૨૩/૦૬/૨૦૨૬ છે. જેનો લાભ લેવા વિદ્યાર્થી મિત્રોને આચાર્યશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

Read More

વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ૧૦ દિવસનો વેકેશન ક્રિએટિવ સાયન્સ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે તા. ૧૮ મે થી ૨૭ મે ૨૦૨૬ દરમિયાન “વેકેશન ક્રિએટિવ સાયન્સ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધોરણ ૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને વિજ્ઞાનને પ્રયોગાત્મક અને રસપ્રદ રીતે સમજવાની તક મળી હતી.  તારીખ ૧૮ મે થી ૨૦મે દરમિયાન મોડેલ રોકેટ્રી તથા મેલ્ટ એન્ડ મોલ્ડ (સોપ અને કેન્ડલ) કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડેલ રોકેટ્રી પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ પેપરનો ઉપયોગ કરીને આધુનિક રોકેટના આકર્ષક મોડેલ તૈયાર કર્યા હતા. ત્યારબાદ તેમાં સોલિડ…

Read More

ધરમપુરના કાનુરબરડા ગામની આંગણવાડીમાં મમતા દિવસ ઉજવાયો

હિન્દ ન્યુઝ, ધરમપુર      વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી ના માર્ગદર્શન હેઠળ તથા આઇ. સી. ડી. એસ. શાખા વલસાડના માધ્યમથી કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા સંબંધિત પ્રોજેક્ટ અંતર્ગત તા.૨૭/૦૫/૨૦૨૬ને બુધવારે ધરમપુર ખાતે આવેલી આંગણવાડીમાં મમતા દિવસને અનુલક્ષીને કાનુરબરડા-૨ ખાતે આવેલી આંગણવાડીમાં કુપોષિત બાળકની જરૂરી તપાસ કરવામાં આવી હતી. વધુમાં આયુષ ગ્રામ અંતર્ગત ભાભા નિશાળ ફળિયું તથા મંદિર ફળીયાના કુપોષિત બાળકોની તપાસ કરી તેઓને હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી. આંગણવાડી ખાતે…

Read More

વલસાડ જિલ્લામાં ૩૯૦૭૬ હેક્ટર વિસ્તારમાં આબાપાક વાવેતર :આ વર્ષે સિઝનમાં આશરે બે લાખ ટન કેરીનું ઉત્પાદન થશે

હિન્દ ન્યુઝ, વલસાડ  દક્ષિણ ગુજરાત એટલે ૫૨ બાગનો બગીચો ગણાય છે. વાપી થી તાપી નો વિસ્તાર ભગવાન પરશુરામની ભુમિ ગણાય. તેમાં વલસાડ જિલ્લો સમગ્ર ગુજરાત અને ભારતભરમાં તેની ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી કેરીઓ, ખાસ કરીને હાફૂસ (Apphonso) અને કેસર માટે વિશ્વવિખ્યાત છે. વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ કેરી પાક માટે આશીર્વાદરૂપ ગણાય છે.      વલસાડના તમામ તાલુકાઓમાં આબાવાડીઓ આવેલી છે. પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓ હાફૂસ કેરી ઉત્પાદનમાં મોખરે છે. ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા તાલુકાઓમાં મોટાપાયે આંબાવાડીઓનો વિકાસ થયો છે. જ્યાં પ્રાકૃતિક પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.      …

Read More

“टीडीबी-डीएसटी ने स्वदेशी औद्योगिक एआईओटी समाधानों के व्यावसायीकरण के लिए नागपुर स्थित आईडीटी इनोवेशन टेक्नोलॉजीज प्राइवेट लिमिटेड की सहायता की”

हिन्द न्यूज़, दिल्ली      भारत के उद्योग 4.0 इकोसिस्टम को सुदृढ़ करने और स्वदेशी औद्योगिक डिजिटल परिवर्तन को गति देने की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए, भारत सरकार के विज्ञान और प्रौद्योगिकी विभाग (डीएसटी) के प्रौद्योगिकी विकास बोर्ड (टीडीबी) ने “उद्योग 4.0: औद्योगिक एआईओटी उपकरणों का विकास और व्यावसायीकरण” नामक परियोजना के लिए नागपुर स्थित आईडीटी इनोवेशन टेक्नोलॉजीज प्राइवेट लिमिटेड के साथ एक समझौता किया है। इस परियोजना का उद्देश्य विनिर्माण और औद्योगिक क्षेत्रों में संसाधन दक्षता, ऊर्जा अनुकूलन, पूर्वानुमानित रखरखाव और परिचालन उत्पादकता बढ़ाने के लिए…

Read More

12 વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ઉજવશે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ; ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના મંત્ર સાથે જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં 6 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક; મિશન “પ્રાકૃતિક કૃષિ”નો વ્યાપ વધારવા ગુજરાતમાં 1,000થી વધુ સ્થળોએ વર્કશોપ અને પ્રદર્શન યોજાશે સેવાસેતુના સફળ મોડલ પર યોજાશે ‘જનકલ્યાણ શિબિરો’: આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર જેવી યોજનાનું સ્થળ પર જ થશે રજિસ્ટ્રેશન; ‘પ્રગતિપથ યાત્રા’ દ્વારા રાજ્યના મોટા વિકાસ પ્રકલ્પોની મુલાકાત આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની ભવ્ય પૂર્ણાહુતિ આગામી…

Read More

ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત

હિન્દ ન્યુઝ, સુરત     તા. 27 મે, 2026થી મગના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી શરૂ થશે; આગામી તા. 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકાશે- ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજિસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત 🔶 ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે. 🔶 ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.…

Read More

પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને શબવાહિનીઓ અને વેક્સીન વાન અર્પણ

હિન્દ ન્યુઝ, સુરત       વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ૧૨ વર્ષના સુશાસનની ફલશ્રુતિરૂપે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશની વર્ષ-૨૦૨૪ની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને રૂ.૧.૫૩ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલી ચાર શબવાહિનીઓ (ડેડ બોડી વાન) અને એક વેક્સીન વાનનું લોકાર્પણ ઘોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન ખાતે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશના હસ્તે કરાયું હતું.             શબવાહિની પ્રતિ વાહન રૂ.૩૧.૩૫ લાખના ખર્ચે ખરીદવામાં આવી છે, એમ ચાર શબવાહિનીઓની ખરીદી પર કુલ રૂ.૧.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વેક્સીન વાન રૂ.૨૭.૯૭ લાખના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.…

Read More

દિવ્યાંગોએ ITI ના ડી.ટી.પી. (કોમ્પ્યુટર) કોર્ષમાં પ્રવેશ મેળવવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત     ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલીત દિવ્યાંગોની આઈ.ટી.આઈ. ખાતે વિનામુલ્યે ડી.ટી.પી. કોમ્પ્યુટર કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. આ સંસ્થા ખાતે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ ઘરે થી આવવા જવા માટે સ્કુલબસ અને રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે.              દિવ્યાંગોએ https://itiadmission.gujarat.gov.in પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન સુરત શહેરના ઉમરા ખાતે ડિસેબલ વેલ્ફેરની શાળા ખાતે, શારદાયતન સ્કૂલની પાછળ, લેકવ્યું ગાર્ડન સામે સંપર્ક સાધવો. સાથે…

Read More