હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડના લીલાપોર ખાતે નાના પુલ પાસે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મ) ખાતે પ્રવેશ સત્ર ઓગષ્ટ- ૨૦૨૬ અન્વયે આઇ.ટી.આઇ.માં પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઇ ગઇ છે. જેથી પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર જઇ ફોર્મ ભરી શકશે.
વિના મુલ્યે ઓનલાઇન ફોર્મ ભરવા માંગતા ઉમેદવારોને વલસાડ(મ) આઇ.ટી.આઇ.ની મુલાકાત લેવા તથા ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની, ચોઇસ ફિલિંગ કરવાની તથા પ્રવેશ ફોર્મમાં હેલ્પ સેન્ટર ખાતેથી સુધારા-વધારા કરવા માટે પ્રથમ રાઉન્ડની છેલ્લી તા. ૨૩/૦૬/૨૦૨૬ છે. જેનો લાભ લેવા વિદ્યાર્થી મિત્રોને આચાર્યશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.
