ભાવનગરની આઈ.ટી.આઈ.ખાતે તા.૧૩ જૂનના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

      ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ ભાવનગર મહાનગરપાલિકા તથા વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ- ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવવાં માંગતા હોય તેવાં ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ.(મહિલા), ભાવનગર ખાતે તા.૧૩/૦૬/૨૦૨૨ ના રોજ સવારે -૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate registration પર કરવાનું રહેશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. આ એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉમેદવારોનું એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://apprenticeshipindia.org/candidate-registration તથા અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/accoun/signup લીંક પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે.

 

Related posts

Leave a Comment