તા.૧૫ નવેમ્બરના રોજ જામજોધપુર તાલુકામાં જિલ્લા કક્ષાના અને જામનગરના ટાઉનહોલ ખાતે શહેર કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રનિર્માણમાં તેઓના અનન્ય યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે દર વર્ષે તા. ૧૫મી નવેમ્બરને સમગ્ર દેશમાં “જનજાતીય ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણમાં આદિજાતિ સમુદાયને સમાન સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તા.૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન “જનજાતીય ગૌરવ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ અંતર્ગત તમામ આદિજાતિ વિસ્તારોમાં વિવિધ જનકલ્યાણકારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં થનાર આયોજન અંગે જિલ્લા કલેકટર…

Read More