ભાવનગર શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના રિપેરીંગની યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર મહાપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. 

જેમાં અદ્ધતન ટેકનોલોજી કોલ્ડ મિક્ષ જેટ પેચર મશીનથી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.રસ્તો મોટરેબલ કરવા માટે પરાજા/મોરમ મટીરીયલથી ટોપ થ્રી સર્કલ થી અધેવાડા રોડ,સિંહ સર્કલ પાસે ટાઇમ રેસીડેન્સી વાળો ખાંચો, રૂવાપરી થી ટેકરી ચોક, આડોડિયાવાસ કંસારા, કાંઠા વાલા રોડ થી અજય સોસાયટી, ઘોઘા સર્કલ યુનિયન બેન્ક પાસેનો રોડ, DB પાર્ક બાલા હનુમાન વાળા રોડ પર રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ ૩૪ પૈકી ૨૧ રસ્તાઓના મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.


Related posts

Leave a Comment