આટકોટ ગોંડલ હાઇવે પર સર્જાયો અકસ્માત

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ તાલુકાના ખારચીયા અને દડવા વચ્ચે ટ્રક અને ફોરવીલ વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં ફોરવીલ ચાલકનું ઘટનાસ્થળે મોત. ફોરવ્હીલ ટ્રક સાથે અથડાતા ફોરવ્હીલ માં રહેલ ઈંગ્લીશ દારૂ ની પેટીઓ રોડ ઉપર જોવા મળી. અકસ્માતમાં દારૂ જોવા મળતા દારૂના પ્યાસીઓ દારૂની બોટલ લઇ ચાલતી પકડી આ અકસ્માતમાં કાર ચાલક હરેશ વિરજીભાઈ વાસાણી રહે.અમરાપુર નું મોત નિપજ્યુ હતું અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ચાલકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી અકસ્માતની ઘટના ની જાણ થતાં આટકોટ પોલીસ તેમજ સેવાભાવી લોકો ઘટના સ્થળે પહોચ્યા હતા પોલીસે ફોરવીલ માંથી 60 બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કરી ફોરવહિલ માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment