હિન્દ ન્યુઝ, મોરબી
પિપળિયા પાસે રેલવે કામગીરી અન્વયે 25 જુલાઈની રાત્રિથી નવલખી રોડ પરનું લેવલ ક્રોસિંગ બંધ રહેશે: મોરબી જિલ્લા તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ જાહેર…
બરવાળા-દહીંસરા સેક્શનમાં મેન્ટેનન્સ અન્વયે 25 જુલાઈ રાત્રે 10:00થી 26 જુલાઈ સવારે 6:00 વાગ્યા સુધી બંધ રહેશે ફાટક; વાહનચાલકોને લુણટાવદર-ખાખરાળા-ધ્રોલ થઈને જામનગર તરફના ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ…
જાહેરનામા અનુસાર આ સમયગાળા દરમિયાન મુસાફરો તથા વાહનચાલકોને અસુવિધા ન પડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. પિપળિયા ચાર રસ્તાથી જામનગર તરફ જવા તેમજ સામેથી આવતા વાહનો માટે પિપળિયા ચાર રસ્તા – લુટાવદર – ખાખરાળા – મોરબી બાયપાસ ઓવરબ્રિજ – સનાળા – ટંકારા – લતીપર – ધ્રોલ થઈને જામનગર તરફનો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે…
