વલસાડ પાલિકાએ સત્વરે સફાઈ કરી કાદવના થર દૂર કરી રસ્તો અવરજવર યોગ્ય બનાવ્યોઃ વેપારી મનોજ ભાવસાર

હિન્દ ન્યુઝ, વલસાડ      વલસાડના શહેરમાં પૂરના કારણે સૌથી વધુ ખાનાખરાબી દાણાબજાર છીપવાડ ખાતે થતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક થઈ ગયું હતું. દુકાનોમાં પલળી ગયેલુ અનાજ સડી ન જાય તે માટે યુધ્ધના ધોરણે વલસાડ પાલિકા દ્વારા સફાઈ અભિયાન પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યુ છે. જે અંગે સ્થાનિક વેપારીઓએ પાલિકાની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. જે પૈકી એક છીપવાડના મહારાણી ટ્રેડર્સના માલિક મનોજ હસમુખલાલ ભાવસાર જણાવે છે કે, તા. ૨૨ જુલાઈના રોજ સવારથી પૂર અંગે સાવચેતીનો સંદેશ હતો જેથી થોડો ઘણો માલ ઉપર ચઢાવ્યો હતો. અને રાત્રે એટલા બધા ધસમસતા પ્રવાહમાં…

Read More

અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 👉 અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સ્થળ-મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. 👉 શિક્ષણમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ સાણંદ-બાવળાના પાણીગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી. 👉 સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી ત્વરિત પાણી નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી. #AhmedabadRain #Bavla #Sanand

Read More