હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકાર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અને વરસાદી પરિસ્થિતિ અંગે ડાંગ સહિત રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી (Heavy Rain Alert) આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ચેતવણી મુજબ તારીખ 27 જુલાઈ બપોરે 14:23 થી 28 જુલાઈ બપોરે 14:23 (આગામી 24 કલાક) દરમિયાન ગુજરાતના 17 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આગાહી મુજબ અસરગ્રસ્ત 17 જિલ્લાઓમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, વડોદરા અને…
Read MoreDay: July 27, 2026
૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે ડાંગના દુર્ગમ વિસ્તારમાં ઝૂંપડીમાં સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાતનો જીવ બચાવ્યો
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ ડુંગરાળ વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને સમયસર તબીબી સહાય પહોંચાડીને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, આહવા-૧ એમ્બ્યુલન્સ સેવાના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) શ્રી છોટુભાઈ ચૌધરી અને પાયલોટ શ્રી સમીરભાઈ સૈયદે ઉમરપાડા ગામની ૧૮ વર્ષીય સુરેખાબેન કેસીરાવ બરડેની અત્યંત વિકટ પરિસ્થિતિમાં સફળ અને સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. સુરેખાબેન ખેતરમાં રોપણીનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. અગાઉ કરાયેલા સોનોગ્રાફીના રિપોર્ટમાં બાળકના ગળામાં નાળ ફસાયેલી હોવાનું જાણવા મળ્યું હતું,…
Read Moreડાંગ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ તેજ
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સુબીર નવ જ્યોત સ્કૂલ ખાતે યોજાશે. 📍 કાર્યક્રમ સ્થળો: • જિલ્લા કક્ષાનો કાર્યક્રમ – સુબીર નવ જ્યોત સ્કૂલ • વઘઈ તાલુકો – ચીંચીનાગાવઠા • આહવા તાલુકો – ગાઢવી ગામ આયોજનની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ સંબંધિત વિભાગોને રસ્તા મરામત, સ્ટેજ વ્યવસ્થા, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાર્કિંગ, સ્વચ્છતા, પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ સહિતની તમામ કામગીરી સંકલન સાથે સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. આ બેઠકમાં…
Read More🚧 ડાંગ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે નુકસાન પામેલા ગ્રામ્ય માર્ગોના દુરસ્તીકરણની કામગીરી માર્ગ અને મકાન વિભાગ (જિલ્લા પંચાયત) દ્વારા ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી છે. ✅ ચિકટીયા–ગાઢવી રોડનું સમારકામ પૂર્ણ ✅ ગોદડીયા રોડ પર સમારકામ કામગીરી ચાલુ ✅ વાંઝટઆબા–કોયલીપાડા અને જામલાપાડા રોડ પર ECOFIX મટિરિયલથી ખાડા પુરાયા રસ્તાઓ પર જમા થયેલી માટી-કાદવની સફાઈ, ખાડાઓનું સમારકામ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી સતત કરવામાં આવી રહી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર સુરક્ષિત અને સરળ બની રહે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે…
Read Moreડાંગ જિલ્લામા ચોમાસા દરમિયાન નદી નાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ કોઈ પણ પ્રવૃતિ નહીં કરવાની સૂચના
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામા ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમજ જિલ્લામા આવેલ નાના-મોટા ધોધ વગેરેમા માછલા પકડવા, કપડા ધોવા, ન્હાવા માટે તેમજ ડાંગ જિલ્લામા આવતા સહેલાણીઓ નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમજ જિલ્લામા આવેલ નાના-મોટા ધોધ વિગેરે સ્થળોએ પાણીની અંદર ઉતરીને કે નદીના પટમા ઉભા રહીને તેમજ જાહેર રસ્તા પર ઊભા રહીને કે આડેધડ વાહન પાર્ક કરીને મોબાઇલ/કેમેરામા ફોટા તેમજ સેલ્ફી લેવા સબબની ઉક્ત તમામ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ. એમ. જણકાટ દ્વારા જારી…
Read Moreઅતિભારે વરસાદથી હનવતપાડા પ્રાથમિક શાળામાં ધોવાણ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિંચલી કેન્દ્ર હેઠળ આવેલી હનવતપાડા પ્રાથમિક શાળા ગત દિવસોમાં પડેલા અતિભારે વરસાદથી અસરગ્રસ્ત બની છે. 🌧️ વરસાદના તીવ્ર વહેણને કારણે: 🔹 શાળાના મુખ્ય મેદાન અને સમગ્ર પરિસરમાં ધોવાણ થયું. 🔹 મુખ્ય ગેટ પાસેનું નાળું તૂટી ગયું. 🔹 આંતરિક રસ્તો ધોવાઈ જતા અવરજવર મુશ્કેલ બની. 🔹 વરસાદી પાણીની ગટર માટી, પથ્થરો અને કચરાથી બંધ થઈ ગઈ. 👧👦 નાનાં વિદ્યાર્થીઓની સલામત અવરજવર પ્રભાવિત થતા શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફોટોગ્રાફ્સ સાથે લેખિત રજૂઆત કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
Read Moreદોડ ૨.૦ છોટાઉદેપુર મેરેથોન’ની જાહેરાત કરતા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ખેલકૂદ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગરૂકતા કેળવવાના આશયથી ‘DAUD 2.0 – છોટાઉદેપુર મેરેથોન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની જાહેરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા એ કવાંટ તાલુકાના કડીપાણી GMDC ખાતેથી કરી હતી . આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રમત-ગમત એ માત્ર શારીરિક સુદ્રઢતા માટે જ નહીં, પરંતુ એકતા અને સમુદાયની ભાવના મજબૂત કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે. એક જિલ્લો, એક ભાવના, એક મેરેથોન’ના સંકલ્પ સાથે આયોજિત આ મેરેથોન છોટાઉદેપુરના યુવાનો અને નાગરિકોમાં એક નવો ઉત્સાહ પૂરો…
Read Moreહિન્દ ન્યુઝ, જૂનાગઢ રાસાયણિક કૃષિના યુગમાં આજે આપણે ‘ઝેર’તો નથી ખાઈ રહ્યા ને એ સવાલ હંમેશા મનમાં મંડરાયા કરે છે. કદાચ કેન્સર કે અન્ય ગંભીર બીમારીઓનો સામનો કરી ચૂકેલા દર્દીઓ અને તેમના પરિજનોને એ સવાલના જવાબનો સુપેરે ખ્યાલ છે. આ સ્થિતિમાં સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવ્યો છે. એ કડીમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોનું એક આગવું બજાર જૂનાગઢમાં દર રવિવારે ભરાય છે. જે આગામી સ્વાતંત્ર્ય પર્વે તેના સફળ પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. વાત માત્ર એટલેથી અટકતી નથી, પરંતુ આ બજાર આજે ખેડૂતો…
Read More