હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિંચલી કેન્દ્ર હેઠળ આવેલી હનવતપાડા પ્રાથમિક શાળા ગત દિવસોમાં પડેલા અતિભારે વરસાદથી અસરગ્રસ્ત બની છે.
🌧️ વરસાદના તીવ્ર વહેણને કારણે:
🔹 શાળાના મુખ્ય મેદાન અને સમગ્ર પરિસરમાં ધોવાણ થયું.
🔹 મુખ્ય ગેટ પાસેનું નાળું તૂટી ગયું.
🔹 આંતરિક રસ્તો ધોવાઈ જતા અવરજવર મુશ્કેલ બની.
🔹 વરસાદી પાણીની ગટર માટી, પથ્થરો અને કચરાથી બંધ થઈ ગઈ.
👧👦 નાનાં વિદ્યાર્થીઓની સલામત અવરજવર પ્રભાવિત થતા શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફોટોગ્રાફ્સ સાથે લેખિત રજૂઆત કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
