એકતાનગરમાં પ્રવાસીઓ માટે ‘રેઈન ફોરેસ્ટ’નું નવલું નજરાણું

હિન્દ ન્યુઝ, વડોદરા

🔸વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા રેઇન ફોરેસ્ટનું લોકાર્પણ કરવામાં આવશે. એકતાનગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરશે…

🔸 પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસીઓને મળશે અનોખો અનુભવ, 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ

🔸 ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબારની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સદાબહાર વનસ્પતિઓ એક જ સ્થળે નિહાળવાની તક મળશે

🔸 રેઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડશે

Related posts

Leave a Comment