ડાંગ જિલ્લામા ચોમાસા દરમિયાન નદી નાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ કોઈ પણ પ્રવૃતિ નહીં કરવાની સૂચના

હિન્દ ન્યુઝ, ડાંગ 

     ડાંગ જિલ્લામા ચોમાસાની ઋતુ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમજ જિલ્લામા આવેલ નાના-મોટા ધોધ વગેરેમા માછલા પકડવા, કપડા ધોવા, ન્હાવા માટે તેમજ ડાંગ જિલ્લામા આવતા સહેલાણીઓ નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમજ જિલ્લામા આવેલ નાના-મોટા ધોધ વિગેરે સ્થળોએ પાણીની અંદર ઉતરીને કે નદીના પટમા ઉભા રહીને તેમજ જાહેર રસ્તા પર ઊભા રહીને કે આડેધડ વાહન પાર્ક કરીને મોબાઇલ/કેમેરામા ફોટા તેમજ સેલ્ફી લેવા સબબની ઉક્ત તમામ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. 

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ. એમ. જણકાટ દ્વારા જારી કરાયેલ જાહેરનામાનુ પાલન કરવા જિલ્લાના લોકોને અપીલ કરવામા આવી છે. 

આ જાહેરનામું તાં.૨૦ ઓગસ્ટ ૨૦૨૭ સુધી અમલમાં રહેશે. તેમજ જાહેરનામાનો ભંગ કે ઉલ્લઘન કરનારને ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ -૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે. 

Related posts

Leave a Comment