ડાંગ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ તેજ

હિન્દ ન્યુઝ, ડાંગ 

આગામી ૧૫મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સુબીર નવ જ્યોત સ્કૂલ ખાતે યોજાશે.

📍 કાર્યક્રમ સ્થળો:

• જિલ્લા કક્ષાનો કાર્યક્રમ – સુબીર નવ જ્યોત સ્કૂલ

• વઘઈ તાલુકો – ચીંચીનાગાવઠા

• આહવા તાલુકો – ગાઢવી ગામ

આયોજનની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ સંબંધિત વિભાગોને રસ્તા મરામત, સ્ટેજ વ્યવસ્થા, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાર્કિંગ, સ્વચ્છતા, પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ સહિતની તમામ કામગીરી સંકલન સાથે સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. ઝાલા, અધિક નિવાસી કલેક્ટર હિતેશ જણકાટ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

🇮🇳 

Related posts

Leave a Comment