લીમખેડા-લીમડી-ચાકલીયા માર્ગ પર વાંકોલ પાસે આવેલ માછણ નદીના પુલનું કામ શરૂ: તારીખ ૫ નવેમ્બર સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર

હિન્દ ન્યુઝ, દાહોદ

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દાહોદ દ્વારા લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ (કિ.મી. ૧૨૪/૫૦૦ થી ૧૨૪/૭૦૦) પર વાંકોલ ગામ નજીક આવેલ માછણ નદીના પુલના બેરીંગ બદલવાની તથા સબ-સ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પુલની આસપાસ ઊંડા કોતર હોવાના કારણે સ્થળ પર ડાયવર્ઝન આપવું તાંત્રિક રીતે શક્ય ન હોવાથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા જાહેર જનતાની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વાહન-વ્યવહાર પર પ્રતિબંધ:

 લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ પરના માછણ નદીના પુલ પર કામગીરી સાથે સંકળાયેલા વાહનો સિવાયના અન્ય તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી રહેશે.

વૈકલ્પિક રૂટ (ડાયવર્ઝન):

પુલ બંધ રહેવા દરમ્યાન વાહનચાલકો નીચે મુજબના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે:

 *સીમળખેડા ચોકડી ➔ સીમળીયા ➔ વાંકોલ ➔ ડુંગરી રોડ

 *ડુંગરી થી ➔ ગોલાણા ➔ નવીખેડી ➔ બીલવાણી ➔ પારેવા ➔ લીમડી

અમલવારીનો સમયગાળો:

આ જાહેરનામું તારીખ ૨૭/૧૦/૨૦૨૬ થી તારીખ ૦૫/૧૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

Leave a Comment