હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કેન્સરના વહેલા નિદાન અને નિવારણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
🔹 169 આરોગ્ય કેન્દ્રો પર 7,000થી વધુ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ
🔹 કેન્સરના 6 કેસની ઓળખ
🔹 244 શંકાસ્પદ કેસોમાં વધુ તપાસની કામગીરી પ્રગતિમાં
🔹 ભાવના સેવા ટ્રસ્ટના સહયોગથી 600થી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ
🔹 પાત્ર કિશોરીઓ માટે HPV રસીકરણ અભિયાન
સમયસર તપાસ, યોગ્ય તબીબી માર્ગદર્શન અને જનજાગૃતિ કેન્સર સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ છે.
📢 અપીલ: કેન્સરનાં ચિંતાજનક લક્ષણો જણાય તો વિલંબ કર્યા વિના તબીબી સલાહ લો અને યોગ્ય માર્ગદર્શિકા અનુસાર સ્ક્રીનિંગ કરાવો.
