હિન્દ ન્યુઝ, પાટણ જિલ્લા સેવા સદન, પાટણ ખાતે કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ ૧૪ અરજદારોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી. લોકોની સમસ્યાઓના ઝડપી અને સંવેદનશીલ ઉકેલ માટે તંત્ર પ્રતિબદ્ધ કલેક્ટરશ્રીએ દરેક અરજદારની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી પ્રશ્નોના યોગ્ય અને અસરકારક નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
Read MoreDay: July 22, 2026
અમદાવાદ ખાતે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક નવી, અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક નવી, અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પહેલ ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’નો અમદાવાદ ખાતેથી શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાઈને ઉમદા કામગીરી કરી રહેલ સામાજિક સંસ્થાઓ તેમજ ડ્રોપઆઉટ થયેલા વિધાર્થીઓનો પુનઃપ્રવેશ કરાવનાર શિક્ષકોને સન્માનિત કર્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાના દ્રઢ સંકલ્પ સાથે પ્રારંભ કરવામાં આવેલ આ અભિયાન…
Read Moreવલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ૩૨૬ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ પાણી ભરાવા, માર્ગ ધોવાઈ જવા તેમજ પુલ-કલ્વર્ટ ઉપરથી પાણી વહેવાના કારણે માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના ૩૧૩ અને માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના ૧૩ મળી કુલ ૩૨૬ માર્ગો બંધ કરવામાં આવ્યા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ દ્વારા તમામ અસરગ્રસ્ત સ્થળોએ રસ્તાઓ બંધ હોવાની સૂચના દર્શાવતા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય અને લોકો જોખમી માર્ગો પર અવરજવર ન કરે. વિભાગ દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર…
Read Moreજિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા રસ્તા, જમીન અને પાણી સહિતના વિવિધ વ્યક્તિગત તેમજ જાહેર હિતના તમામ 12 પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા-વિચારણા કરીને સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટરએ તમામ અમલીકરણ અધિકારીઓને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે સરકારી માર્ગદર્શિકા મુજબ ઝડપી અને કાયમી ઉકેલ લાવવા સૂચના આપી હતી.
Read Moreપૂર્ણા નદીની સપાટીમાં વધારો : નીચાણવાળા વિસ્તારોમાં ફાયર ટીમ દ્વારા જાહેર અનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ
હિન્દ ન્યુઝ, નવસારી ઉપરવાસમાં સતત વરસાદને પગલે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરી લાઉડસ્પીકર મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. નદીની વધતી જળસપાટી અંગે લોકોને માહિતગાર કરી સતર્ક રહેવા, જરૂરી સાવચેતી રાખવા તથા વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ નાગરિકોને નદી, કાંઠાના વિસ્તારો તથા પાણી ભરાયેલા માર્ગોની નજીક જવાનું…
Read Moreભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં તથા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા માર્ગ વ્યવહાર સુચારુ રહે તે માટે ત્વરિત ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય)ના કાર્યક્ષેત્ર હેઠળ જિલ્લામાં કુલ ૭૦ માર્ગો આવેલા છે. તા. ૨૨/૦૭/૨૦૨૬ના રોજ ભારે વરસાદ કારણે વાંસદા–હનુમાનબારી માર્ગ, વાંસદા–વાસીયા–તળાવ–બોરિયાચ–ખાટાઆંબા–કાણધા માર્ગ તેમજ ચીખલી–ખેરગામ–ધરમપુર માર્ગ સહિતના વિવિધ માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને અસ્થાયી અસર પહોંચી હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જે.સી.બી. સહિતના સાધનોની મદદથી યુદ્ધના ધોરણે વૃક્ષો દૂર કરી…
Read Moreઅડધી રાતે ભટકતી માનસિક અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ તારણહાર બની
હિન્દ ન્યુઝ, જામનગર અડધી રાતે રસ્તા પર એકલી ભટકતી અને પોતાનું સરનામું પણ યાદ ન હોય તેવી માનસિક રીતે અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ તારણહાર સાબિત થઈ છે. ટીમની સતર્કતા, સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીના પરિણામે યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઘટનાની વિગત અનુસાર, રાજકોટથી જામનગર તરફ આવી રહેલા એક જાગૃત નાગરિકને રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક અસહાય યુવતી મળી આવી હતી. યુવતીએ પોતાના માસીના ઘરે જામનગર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તે નાગરિકે તેને પોતાના…
Read Moreદીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ
હિન્દ ન્યુઝ, અમદાવાદ વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ તથા દીપડાની ઘનિષ્ઠ તપાસ ચાલુ તા. 20/7/2026ના રોજ શરણ દીપ સોસાયટી, ઘુમામાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં કેદ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા આસપાસના વિસ્તારમાં રેકી કરવી, દીપડો પકડવા માટેના પાંજરા મૂકવા, વન વિભાગના વેટનરી ડૉક્ટર તથા રેસ્ક્યુઅરની ટીમ તેમજ 20થી વધુ ગાર્ડ/ફોરેસ્ટરની ટીમ તમામ સાધન સામગ્રી સાથે ત્યાં ઉપસ્થિત છે. DCF અમદાવાદ (નાયબ વન સંરક્ષક, અમદાવાદ)ની વિનંતી છે કે ખોટી અફવાઓ ન ફેલાવવામાં આવે, દીપડો સાંજે અને રાતના સમયે નીકળતો હોય તથા માનવ તેનો કુદરતી ખોરાક ન…
Read Moreસતર્ક અને સજ્જ અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગની ટીમ
હિન્દ ન્યુઝ, અમદાવાદ દીપડા બાબતે વન વિભાગ અમદાવાદ દ્વારા ઘનિષ્ઠ તપાસ ચાલુ છે તથા તેઓની 30થી વધારાની ટુકડી ઘુમા, શેલા અને બોપલના અલગ અલગ વિસ્તારોની અંદર વિવિધ રીતે નિરીક્ષણ કરી રહી છે તેમજ ડાયરેક્ટ તથા ઈનડાયરેક્ટ તમામ પ્રકારના પુરાવાઓ ભેગા કરવાનું કામ ચાલુ છે
Read Moreગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફના માર્ગ પર પાણી ભરાતા તંત્રએ અવરજવર પર પ્રતિબંધ મૂક્યો
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતાં સલામતીના હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તા પર પાણીનું સ્તર વધતા વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બંધ કરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર સતત…
Read More