હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતાં સલામતીના હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
રસ્તા પર પાણીનું સ્તર વધતા વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બંધ કરાયેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પાણીનું સ્તર ઘટીને માર્ગ સુરક્ષિત બન્યા બાદ જ અવરજવર ફરી શરૂ કરવામાં આવશે.
