હિન્દ ન્યુઝ, ઉમરેઠ
ઉમરેઠ મામલતદાર દ્વારા ઉમરેઠ તાલુકામાં નવનિયુક્ત પામેલ મહેસુલી તલાટીઓને ફાળવવામાં આવેલ સેજાના ગામો તેમજ દર માસે તેઓ કયા ગામે કયા દિવસે હાજર રહેશે તે અંગેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ઉમરેઠ તાલુકાના ગ્રામજનોને પોતાના મહેસુલી કામકાજ માટે તલાટીશ્રીઓની માહિતી સરળતાથી મળી રહે અને તેઓ સીધો સંપર્ક કરી શકે તે હેતુથી ઉમરેઠ મામલતદાર દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ ભાલેજ સેજા માટે શ્રી દર્શનકુમાર એ. ચૌધરી (મો. 99985 89396) સોમવારે ભાલેજ, મંગળવારે તારપુરા, બુધવારે બડાપુરા, શુક્રવારે મેઘવા(બડા) અને શનિવારે જાખલા ખાતે હાજર રહેશે.
શીલી સેજા માટે નરેન્દ્રકુમાર એમ. મકવાણ (મો. 97247 37130) સોમવારે પ્રતાપપુરા, મંગળવારે ધોળી, બુધવારે શીલી, શુક્રવારે અહિમા અને શનિવારે ખોરવાડમાં સેવાઓ આપશે.
પણસોરા સેજા માટે સંકેતભાઈ સી. રબારી (મો. 9409551409) સોમવારે વણસોલ, મંગળવારે પણસોરા, બુધવારે અરડી, શુક્રવારે ઝાલાબોરડી અને શનિવારે સૈયદપુરા ખાતે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત ખાનકુવા સેજા હેઠળ શિવાંગીબેન જી. રાઉત (મો. 95129 09143)) સોમવારે ગંગાપુરા, મંગળવારે દાગજીપુરા, બુધવારે ખાનકુવા, શુક્રવારે આશીપુરા અને શનિવારે સરદારપુરા/ફતેપુરા ખાતે રહેશે.
સુંદલપુરા સેજા માટે સાગરભાઈ પોપલીયા (મો. 9512063398) સોમવારે સુંદલપુરા, મંગળવારે ખાખણપુર, બુધવારે ધૂળેટા, શુક્રવારે સુરેલી અને શનિવારે બેચરી ખાતે ઉપસ્થિત રહેશે.
રતનપુરા સેજા માટે કાર્તિક પટેલ (મો. 98796 14594) સોમવારે નવાપુરા, મંગળવારે રતનપુરા, બુધવારે ભરોડા, શુક્રવારે હમીદપુરા અને શનિવારે ભાટપુરા ખાતે તેમની ફરજ બજાવશે.
લીંગડા સેજા માટે નિશાબેન બી. દેસાઈ (મો. 83202 86853) સોમવારે લીંગડા, મંગળવારે પરવટા, બુધવારે થામણા, શુક્રવારે ઘોરા અને શનિવારે ઊંટખરી ખાતે ગ્રામજનોના કામકાજ અર્થે હાજર રહેશે.
ઉમરેઠ તાલુકાના ગ્રામજનોને પોતાના મહેસૂલી અને સરકારી કામકાજ માટે નિયત કરાયેલા દિવસો અનુસાર સંબંધિત તલાટીઓ નો સંપર્ક કરવા મામલતદાર, ઉમરેઠ દ્વારા જણાવાયું છે.
