હિન્દ ન્યુઝ, ગાંધીનગર
આજે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં જુલાઈ માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા રસ્તા, જમીન અને પાણી સહિતના વિવિધ વ્યક્તિગત તેમજ જાહેર હિતના તમામ 12 પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા-વિચારણા કરીને સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કલેક્ટરએ તમામ અમલીકરણ અધિકારીઓને પ્રજાકીય પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે સરકારી માર્ગદર્શિકા મુજબ ઝડપી અને કાયમી ઉકેલ લાવવા સૂચના આપી હતી.
