હિન્દ ન્યુઝ, પાટણ
જિલ્લા સેવા સદન, પાટણ ખાતે કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ ૧૪ અરજદારોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી.
લોકોની સમસ્યાઓના ઝડપી અને સંવેદનશીલ ઉકેલ માટે તંત્ર પ્રતિબદ્ધ
કલેક્ટરશ્રીએ દરેક અરજદારની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી પ્રશ્નોના યોગ્ય અને અસરકારક નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
