સમસ્યાથી સફળતા સુધીની અમારી કહાણી લાભાર્થી ચંદ્રિકાબેન ગંગાણી તા. અબડાસા, ગામ-કનકપર

હિન્દ ન્યુઝ, ભુજ

           નલ સે જલ, હર ઘર જલના ધ્યેયથી અમારા ગામમાં પાણીએ શુન્યથી સર્જન અને સમસ્યાથી સફળતાની વાત છે. ૪૫ વર્ષ પહેલા ગામની બહેનો માથે હેલ લઇ ગામ તળાવે પાણી લઇ આવતી. વરસાદ ના આવે ત્યારે પાણી ટેન્કરથી ઘર દીઠ હેલદીઠ પાણી મળતું. પંચાયતની બાજુમાં કુવામાં પાઇપલાઇનથી પાણી મળતું. વર્ષ ૧૯૯૮-૯૯માં કુવાની બાજુમાં બોર થયો જેમાં ૧૮૦૦-૨૦૦૦ TTTds ટી.ડી.એસ. હતુ. જેના પગલે ચામડી, પેટ, આંખના રોગોની તકલીફ થતી. વર્ષ ૨૦૦૫માં વાસ્મો ગામમાં આવ્યું. ત્યારબાદ ગામસભા ભરાઇ અને નક્કી કરાયા મુજબ ગામના દક્ષિણે નવી ૫૦ હજાર લીટરની પાંણી ટાંકી બનાવી હાલે ૫૦૦-૬૦૦ TDS વાળુ પાણી મળે છે. ચેક ડેમ-તળાવ બન્યા ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં વાસ્મો દ્વારા ગટર બનાવાઇ. આજે ગટરલાઇનનું પાણી શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. આજે અમારા ગામમાં પાણી મળે છે. આજે વર્ષ ૨૦૧૯ની હર ઘર પાણી યોજનામાં પાણી મીટર લાગ્યા છે. વોટરમીટર બનાવાયા છે. ૧૨૦ જેટલા વોટરમીટર છે, મારા ગામમાં હર ઘર જલમાં ૧ હજાર લિ. પાણીનો સહુ ૫૦ પૈસા વેરો ભરે છે. પાણી બાબતે શુન્યથી સફળતા મેળવી આજે અમે પાણીનું સુખ મેળવી રહ્યા છીએ. પાણી મળે છે તેની બુંદનો ઉપયોગ કાળજીપુર્વક કરવો જોઇએ. પાણીની કિંમત તેની તકલીફ ભોગવનાર જાણે, માટે પાણી બચાવો. આ શબ્દો છે અબડાસા તાલુકાના કનકપર ગામની પાણી સમિતિના આગેવાન લાભાર્થી ચંદ્રિકાબેન ગંગાણીના ટાઉનહોલ ભુજ ખાતે કચ્છ જીલ્લાનો ગ્રામ્યસ્તરે ૧૦૦% હર ઘર નળ રાજ્યનો ૧૨ મો જીલ્લો જાહેર કરવાના પ્રસંગે ચંદ્રિકા બેન જણાવ્યુ હતુ કે, " સમસ્યાથી સફળતા સુધીની અમારી કહાનીઆ છે.

Related posts

Leave a Comment