હિન્દ ન્યુઝ, વલસાડ
અસરગ્રસ્તોને સમયસર શેલ્ટર હોમમાં રહેવા, જમવા સહિત આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે સૂચન કર્યુ
વલસાડ જિલ્લામાં પૂર જેવી સ્થિતને પગલે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને ટીમ સાથે છીપવાડ ગરનાળાના પુલ ઉપરથી છીપવાડ દાણાબજારની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઔરંગા નદીના મોટા પુલ પાસે પહોંચી બંને કાંઠે વહેતી ઔરંગા નદીના પગલે નીચાણવાળા ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાયા અને કેટલા લોકોનું સ્થાળંતર કરવામાં આવ્યું તે અંગેની માહિતી મેળવી અસરગ્રસ્તોને રહેવા, જમવા અને આરોગ્યને લગતી સુવિધા સમયસર પુરી પાડવા માટે જણાવ્યું હતું. આ મુલાકાત વેળા તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ અને જિલ્લા કલેકટર નીતિન સાંગવાન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
